વિશ્વના 85 દેશોમાં કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટનો પગપેસારો, વિશ્વ આરોગ્ય સંસ્થાની ચેતવણી

  • June 25, 2021 10:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકામાં નવો દર પાંચમો કેસ ડેલ્ટા વેરિઅન્ટ ધરાવે છે: દુનિયામાં કોરોનાથી 18 કરોડ લોકો સંક્રમિત થયા છેકોરોનાનો ડેલ્ટા વેરિઅન્ટ વિશ્વના 85 દેશોમાં પગપેસારો કરીને કોહરામ મચાવી રહ્યો છે તેમ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના અધિકારીએ જણાવ્યું હતું. ડેલ્ટા વેરિઅન્ટ ઝડપથી સંક્રમણ ફેલાવાની ક્ષમતા ધરાવે છે. જો કોરોનાનાં સંક્રમણનું હાલનું વલણ ચાલુ રહેશે તો તે લોકોને વધુ સંક્રમિત કરીને તેનું પ્રભુત્વ જમાવી શકે છે. વિશ્વના વધુને વધુ દેશોમાં તેની હાજરી અને સંક્રમણ જણાયું છે તેવી ચેતવણી ઉઁર્ંએ આપી હતી. કોરોનાનો આલ્ફા વેરિઅન્ટ 170 દેશોમાં, બીટા વેરિઅન્ટ 119 દેશોમાં, ગામા વેરિઅન્ટ 71 દેશોમાં અને ડેલ્ટા વેરિઅન્ટ 85 દેશોમાં હાહાકાર મચાવતા હોવાનું જણાયું છે.

 


આખા વિશ્વમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 18 કરોડને પાર કરીને 18,04,65,086 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 39 લાખને પાર કરીને 39,09,509 થયો છે. 16.51 કરોડથી વધુ લોકો સાજા થયા હતા. હજી 1,13,81,920 કેસ એક્ટિવ છે જેમની સારવાર ચાલી રહી છે. સમગ્ર દુનિયામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 4,30,700 કેસ નોંધાયા હતા. કોરોનાએ 8704 લોકોનો ભોગ લીધો હતો. અમેરિકામાં કુલ 3.44 કરોડ લોકોને સંક્રમણ થયું હતું.

 


છેલ્લા એક અઠવાડિયામાં ભારતમાં સૌથી વધુ 4,41,976 નવા કેસ નોંધાયા હતા. જે અગાઉના અઠવાડિયા કરતાં 30 ટકાનો વધારો દશર્વિે છે. સૌથી વધુમાં વધુ મૃત્યુ પણ ભારતમાં થયાં હતાં જેનો આંકડો 16,329 હતો. સાઉથ ઈસ્ટ એશિયામાં 6 લાખથી વધુ નવા કેસ અને 19,000થી વધુ મૃત્યુ નોંધાયા હતા. જે અનુક્રમે 21 ટકા અને 26 ટકાનો ઘટાડો દશર્વિે છે.

 


અમેરિકામાં ડેલ્ટા વેરિઅન્ટનો ખોફ વધી રહ્યો છે. આને કારણે સંક્રમિતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. નવો દર પાંચમો કેસ ડેલ્ટા વેરિઅન્ટથી સંક્રમિત હોવાનું જણાયું છે. કુલ કેસ પૈકીના પાંચમા ભાગના કેસ ડેલ્ટા વેરિઅન્ટ સંક્રમિત છે. આને કારણે લોકોમાં ભય ફેલાઈ રહ્યો છે અને નવેસરથી પ્રતિબંધો લાદવા ફરજ પડી રહી છે તેમ યુએસ સેન્ટર્સ ફોર ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન એ જણાવ્યું હતું. યુએસમાં યુવાનો તેનો વધુ ભોગ બની રહ્યા છે. યુરોપ અને રશિયામાં પણ ડેલ્ટા વેરિઅન્ટ દ્વારા સંક્રમણ વધી રહ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS