ધો.૧થી ૮ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા માગ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે અને સ્થિતિ ક્યારે સામાન્ય થાય તે કહી સકાય તેમ ના હોય જેથી ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થીઓને સરકાર માસ પ્રમોશન આપી સત્ર પૂર્ણ કરે તેવી માંગ ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા કરાઈ છે.મોરબી ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી જણાવ્યું છે કે કોરોના વાયરસથી સાવચેતી જરૂરી હોય અને સરકાર યથાર્થ કદમો ઉઠાવી રહી છે ત્યારે સાવચેતીના ભાગરૂપે સરકાર ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી સત્ર પૂર્ણ કરવું જોઈએ હાલ શાળા બંધ છે જેથી હોશિયાર વિદ્યાર્થી ભણી સકતો નથી અને નબળો વિદ્યાર્થી પણ શિક્ષણ પ્રાપ્ત કરી સકે તેમ નથી બાળકો અને બુઝુર્ગોને કોરોના વાયરસની વધુ અસર થતી હોય છે . સરકારે ટ્રેન, મંદિરો, થીયેટર અને મોલ બંધ કર્યા છે ત્યારે શાળામાં બાળકોને જતા રોકીને માસ પ્રમોશન આપી બાળકોને કોરોના વાયરસથી મુક્ત બનાવવા યોગ્ય કરવું જરૂરી છે જેથી આ અંગે સંસ્થા પ્રમુખ લાલજીભાઈ મહેતાએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીને માસ પ્રમોશન આપવાની માંગણી કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS