શિક્ષકો સુધી કોરોના પહોંચતા ડીઇઓ તંત્ર એલર્ટ: કોવિડની ગાઈડલાઈનનું કડક પાલન કરાવવા શાળા સંચાલકોને સુચના

  • March 17, 2021 08:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોદી અને મુરલીધર સ્કૂલના શિક્ષકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા શાળા સંચાલકોમાં પણ ચિંતા: વિદ્યાર્થીઓની ભીડ એકત્ર ન થાય, વિદ્યાર્થી કે શિક્ષકના કોઈપણ લક્ષણો દેખાય તો તુરંત જ ટેસ્ટ કરાવી લેવા આદેશ

 


શહેરની શાળાઓમાં કોરોના ની એન્ટ્રી થતાં જિલ્લા શિક્ષણ તંત્ર સફાળું જાગ્યું છે અને રાજકોટના તમામ શાળા સંચાલકોને કોવિડ ની ગાઈડલાઈન નું ચુસ્ત પાલન કરાવવા માટે ડી ઇ ઓ એ તાકીદ કરી છે.રાજકોટ માં છેલ્લા એક મહિનાથી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણકાર્ય શરૂ છે. આ દરમ્યાન શહેરની મુરલીધર અને મોદી સ્કુલના શિક્ષકને કોરોના નો રિપોર્ટ આવતા તેમને હોમઆઈસોલેટ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ સુધી કોરોના ન પહોંચે તે માટે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા સખત કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

 


આ અંગે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી બી.એસ.કૈલા એ જણાવ્યું હતું કે રાજકોટ શહેર અને જિલ્લામાં આવેલી તમામ શાળાઓમાં પરિપત્ર પાઠવી દેવામાં આવ્યો છે અને આ બાબતે ગંભીરતાથી શાળા સંચાલકો દ્વારા કામગીરી કરવામાં આવે તેવી તાકીદ પણ કરી દેવામાં આવી છે વધુમાં જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા કોવિડ ની ગાઈડલાઈન અપાઈ છે તેનું શાળાઓમાં ચુસ્તપણે પાલન કરાવવામાં આવે.

 


આ સૂચનાઓ માં શાળામાં વર્ગ માં બેઠક વ્યવસ્થા અને કોઈપણ ભાગમાં ભીડ રૂપે વિદ્યાર્થીઓ એકત્ર ન થાય, જો કોઈ વિદ્યાર્થી કે સ્ટાફને આરોગ્ય અંગેની કોઈપણ તકલીફ હોય કે કોરોના ના લક્ષણો હોય તો તેમને નજીકના આરોગ્ય કેન્દ્રમાં કરાવી લેવા અને વાલીઓને આ અંગેની જાણ કરવા માટે સૂચના આપવામાં આવી છે. કોઈ વિદ્યાર્થી ના પરિવારમાં કોરોના સંક્રમિત હોવાની જાણકારી મળે તો તરત જ વિદ્યાર્થીને શાળામાંથી પાંચ દિવસ હોમ ક્વોરોટાઇન લેવાની સૂચના આપી અને પુન: ટેસ્ટ કરાવીને નેગેટિવ રિપોર્ટ આવે પછી શાળાઓમાં અભ્યાસ માટે બોલાવવા, આ ઉપરાંત સેનેતાઈઝેશન અને માસ્ક માટે ની વ્યવસ્થા કડક બનાવવા માટે પણ સૂચના આપવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS