રેમડેસિવર ઈન્જેક્શન લઈને દર્દીએ દાખલ નહીં રહેવું પડે, નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલનું નિવેદન

  • April 09, 2021 12:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં કોરોના તેનો કહેર વર્તાવી રહ્યો છે અને કોરોનાના રેકોર્ડબ્રેક કોરોના કેસ નોંધાઈ રહ્યા છે ત્યારે કોરોના મુદ્દે DyCM નીતિન પટેલનું નિવેદન સામે આવ્યુ છે. નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યુ હતુ કે, રેમડેસીવીરનો જથ્થો પ્રાપ્ત થયો છે. જે રાજય સરકારની હોસ્પિટલમાં ઉપલબ્ધ કરવામાં આવશે. તેમજ ખાનગી કંપનીઓએ ડીલરોને 35 હજાર ઇન્જેક્શન ડિસ્ટ્રીટ કર્યા છે

નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે વધુમાં જણાવ્યુ હતુ કે, હવે રેમડેસિવર ઈન્જેક્શન લઈને દર્દીએ દાખલ નહીં રહેવું પડે. દર્દી ઘરે પણ જઈ શકશે.  1-2 કલાક કોમ્યુનિટી હોલમાં દર્દી રોકાઈને ઘરે જઈ શકશે. તેમજ ઈન્જેક્શન લીધેલા દર્દીઓનું ધ્યાન નર્સિંગ સ્ટાફ દ્વારા રાખવામાં આવશે. જેથી હોસ્પિટલમાં ખરેખર જરૂરિયાત વાળા દર્દીઓને પણ બેડ મળી શકે. 

દેશમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં પણ કોરોના દર્દીઓની સંખ્યા વધી રહી છે. ફરી કેસ વધતા હોસ્પિટલમાં બેડ વધારવામાં આવ્યા છે. તેમજ  નીતિન પટેલે રાજકોટ અને વડોદરાની પણ સમીક્ષા કરી હતી હતી. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS