સ્વયંભૂ લોકડાઉન નિષ્ફળ, બજારોમાં ભીડ પુષ્કળ

  • April 11, 2021 04:46 AM 

શહેરમાં કોરોનાનો કહેર છતાં અર્થતંત્રમાં લીલાલહેર રાખવા મહાજનો ન માન્યા


 

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની અપીલનો ઉલાળિયો: યાજ્ઞિક રોડ, લાખાજીરાજ માર્ગ, ધર્મેન્દ્ર રોડ, ઘીકાંટા રોડ, કડિયા નવલાઈન, ગરેડિયા કૂવા રોડ, ભૂપેન્દ્ર રોડ, દાણાપીઠ, પરાબજાર, ઢેબર રોડ, ગોંડલ રોડ, કેનાલ રોડ, ગુંદાવાડી, માર્કેટ યાર્ડ સહિતની બજારો ખુલ્લી રહી: એકમાત્ર સોનીબજારે બંધ પાળ્યો

 


રાજકોટ શહેરમાં કોરોના કહેર વતર્વિી રહ્યો છે તેમ છતાં અર્થતંત્રમાં લીલાલહેર રાખવા માટે મહાજનો કોઈનું કહ્યું માન્યા નથી અને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીએ કરેલી સ્વયંભૂ લોકડાઉનની અપીલનો ઉલાળિયો કરીને આજે રાજકોટ શહેરની તમામ બજારો રાબેતા મુજબ ખુલ્લી રહી હતી. સ્વયંભૂ લોકડાઉન સંપૂર્ણ નિષ્ફળ રહ્યું હતું અને બજારોમાં પુષ્કળ ભીડ જોવા મળી હતી.

 


રાજકોટ શહેરમાં કોરોનાની સ્થિતિ અત્યંત ગંભીર બની રહી હોય રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા શનિ-રવિ દરમિયાન સ્વયંભૂ લોકડાઉનનું એલાન કરવામા આવ્યું હતું અને આ માટે શહેરની વિવિધ બજારોના એસોસિએશનો તેમજ એરિયાવાઈઝના વેપારી સંગઠનો સાથે ઝૂમ વેબિનાર તેમજ ટેલિફોનીક ચચર્-િવિચારણા કયર્િ બાદ સ્વયંભૂ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ આજે શનિવારે સવારે રાબેતા મુજબ શહેરની તમામ બજારો ખુલી હતી એક પણ બજારમાં સ્વયંભૂ લોકડાઉનની અસર જોવા મળી ન હતી. શહેરની 90 ટકા દુકાનો, શો-મ અને ઓફિસો રાબેતા મુજબ કાર્યરત રહ્યા હતા. અંદાજે દશેક ટકા વેપારીઓએ સ્વૈચ્છિક રીતે બંધ પાળ્યો હોય તેવું જોવા મળ્યું હતું.

 


રાજકોટ શહેરની મુખ્ય અને પરંપરાગત બજારો જેમાં યાજ્ઞિક રોડ, લાખાજીરાજ માર્ગ, ધર્મેન્દ્ર રોડ, ઘીકાંટા રોડ, કડિયા નવલાઈન, ગરેડિયા કૂવા રોડ, ભૂપેન્દ્ર રોડ, દાણાપીઠ બજાર, સટ્ટાબજાર, મોચીબજાર, પરાબજાર, રૈયાનાકા બજાર, કંસારા બજાર, ઢેબર રોડ ફર્નિચર માર્કેટ, ગોંડલ રોડ ઓટોમોબાઈલ માર્કેટ, કેનાલ રોડ હાર્ડવેર માર્કેટ, ગુંદાવાડી, સાંગણવા ચોક ઈલેકટ્રીક માર્કેટ, કનક રોડ, ચેમ્બર ઓફ કોમર્સની ઓફિસ જ્યાં આવેલી છે તે કરણસિંહજી મેઈન રોડ, ટાગોર માર્ગ, સરદારનગર મેઈન રોડ સહિતની બજારો ખુલ્લી રહી હતી. એકમાત્ર સોનીબજાર અને પેલેસ રોડ બંધ જોવા મળ્યા હતા. ઉપરોકત મુજબની શહેરની મુખ્ય અને પરંપરાગત બજારો ઉપરાંત અમિન માર્ગ, કાલાવડ રોડ, રૈયારોડ, એરપોર્ટ  રોડ, નાનામવા મેઈન રોડ, મવડી મેઈન રોડ, 150 ફૂટ રિંગરોડ, ગાંધીગ્રામ સહિતના પશ્ર્ચિમ રાજકોટના વિસ્તારો ઉપરાંત કોઠારિયા, વાવડી સહિતના વિસ્તારોમાં બંધની કોઈ જ અસર જોવા મળી ન હતી. આ ઉપરાંત શહેરની વિવિધ ઔદ્યોગિક વસાહતો જેમાં આજી જીઆઈડીસી, આજી ઔદ્યોગિક વસાહત, ભક્તિનગર સ્ટેશન પ્લોટ ઔદ્યોગિક વસાહત, મવડી ઔદ્યોગિક વસાહત, કોઠારિયા ઔદ્યોગિક વસાહત, વાવડી ઔદ્યોગિક વસાહત સહિતની ઔદ્યોગિક વસાહતોમાં કારખાનાઓ પણ રાબેતા મુજબ ચાલુ રહ્યા હતા અને બંધની કોઈ જ અસર જોવા મળી ન હતી. એકંદરે રાજકોટના વ્યાપાર ઉદ્યોગ જગતે સ્વયંભૂ લોકડાઉનને નકાર્યું હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS