અર્થતત્રં ડાઉન છતાંય આવકવેરાને મળ્યો ૨૨૧૪ કરોડનો ટાર્ગેટ

  • June 14, 2021 07:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટનો અર્થતત્રં ટ્રેક પરથી ઉતરી ગયું છે ત્યારે ફરી આવકવેરા વિભાગના અધિકારીઓને ટાર્ગેટ માટે અિ પરીક્ષા થશે. કોરોના ના લીધે હજુ ગત વરસનો ટાર્ગેટ પૂરો કર્યેા હતો ત્યાં ફરી રાજકોટની આઇટીની ટીમ સામે સીબીડીટીએ પડકાર ફેંકયો છે. નવા વર્ષે અધધ...૨૨૧૪ કરોડનો લયાંક આપવામાં આવ્યો છે.

 


નાણાકીય વર્ષ ૨૦૨૦ – ૨૧ માટે રાજકોટ ઇન્કમટેકસ ને ૨૦% વધારો કરીને પિયા ૨૨૧૪ કરોડ નો ટાર્ગેટ આપવામાં આવ્યો છે જેમાં કોર્પેારેટ ટેકસમાં ૬૩૦ કરોડ અને વ્યકિતગત ટેકસ માં ૧૫૮૪ કરોડનો લયાંક અપાયો છે. રાજકોટ સહિત સમગ્ર દેશભરનું અર્થતત્રં કોરોના ના લીધે ડાઉન છે ત્યારે સરકાર માટે કમાઉ દીકરા ગણાતા ઇન્કમટેકસ વિભાગને મસમોટો ટાર્ગેટ આપીને અધિકારીઓ સાથે કરદાતાઓની ચિંતામાં પણ વધારો કર્યેા છે.

 


એક બાજુ લોકો કોરોનાને લીધે પરેશાન છે. વેપાર ઉધોગ બધં જેવી પરિસ્થિતિમાં છે અને કોરોનાની ત્રીજી લહેરની શકયતાને લીધે ઉધોગ સાહસિકો કોઇ નવુ સાહસ કરવા તૈયાર નથી. વેપારમાં મંદીને લીધે ઉધોગકારો આર્થિક સંકટમાંથી પસાર થઇ રહ્યા છે તેવામાં પણ કેન્દ્ર સરકાર દ્રારા ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૧–૨૨માં તમામ આવકવેરા (ઇન્કમટેકસ) કમિશનરેટ માટે લયાંક જાહેર કરવામાં આવ્યો છે. જેમાં રાજકોટ કમિશનરેટને ૨૨૧૪ કરોડ પિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે

 


પાછલા નાણાકીય વર્ષ ૨૦૨૦–૨૧માં રાજકોટ કમિશનરેટને ૩૦૯૦ કરોડ પિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો પરંતુ કોરોના ના લીધે આ ટાર્ગેટ માં ઘટાડો કરીને ૧૮૨૦ કરોડ કરાયો હતો. કોરોનાની પરિસ્થિતિને લીધે આવકવેરા વિભાગની કામગીરી પર પણ અસર પડી છે. રિકવરી સર્વે તેમજ સ્ક્રૂટિનીના કેસોની કામગીરી પણ ધીમી પડી છે. જેને લીધે ટાર્ગેટ સુધી પહોંચવામાં વિભાગને મુશ્કેલી નડી શકે છે.

 

 

અર્થતંત્રના ઓકિસજન ગણાતા તમામ ઉધોગો મુશ્કેલીમાં
સૌરાષ્ટ્ર્રમાં મુખ્યત્વે સિરામિક, ઓટોપાટર્સ,એન્જિનિયરિંગ,રિયલ એસ્ટેટ મહત્વપૂર્ણ છે પરંતુ હાલ ત્રણેય ઉધોગો મુસીબતના દોરમાંથી પસાર થઇ રહ્યા છે. જેને લીધે પણ આવકવેરાના કલેકશન પર અસર પડી શકે છે. દેશભરમાં હાલ કોરોનાને લીધે સર્ચની કાર્યવાહી પણ ઓછા પાયે કરવામાં આવી રહી છે. સીબીડીટી દ્રારા કરદાતાઓ પરેશાન થાય તેવી કામગીરી નહીં કરવાની સૂચના આપવામાં આવી છે.

 


રાજકોટ આવકવેરાએ અત્યાર સુધીમાં ૧૫૧ કરોડ રિફડં ચૂકવ્યું
રાજકોટ આવકવેરા વિભાગે નવા વર્ષમાં અત્યાર સુધીમાં ૧૫૧ કરોડ રિફડં કરદાતાઓની ચૂકવી દીધું છે. ગત વર્ષની તુલના કરતા આ વર્ષે રિફડં લોકોના હાથમાં આવી જતા આર્થિક મુશ્કેલી થોડી હળવી બની છે. કોરોના દરમ્યાન આવકવેરા વિભાગે રીફન્ડ આપવાની કામગીરી ઝડપી બનાવી છે. સીબીડીટી દ્રારા ૩૧ મે સુધીમાં ૧૫.૪૭ લાખ કરદાતાઓને ૨૬.૨૭૬ કરોડ રિફડં પેટે ચૂકવી દીધા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS