રાહત: કોરોનાના નવા 152 કેસ સામે 318 ડિસ્ચાર્જ

  • May 19, 2021 09:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કુલ કેસની સંખ્યા ૨૦,૦૧૭ થઈ : અત્યાર સુધીમાં  ૨૬૨ દર્દીઓનુ અવસાન

 

મંગળવારે વાવાઝોડા વચ્ચે ૧૫૨ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે શહેર જિલ્લાના મળી ૩૧૮ દર્દીઓ  કોરોનામુક્ત થતા ૩,૭૪૦ દર્દીઓ હાલ સારવાર હેઠળ રહ્યા છે. મંગળવારે ૩ દર્દીઓનું અવસાન થયું હતું.

 

 

ભાવનગરમાં કાલે ૧૫૨ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની કુલ સંખ્યા ૨૦,૦૧૭ થઈ  છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં ૫૨ પુરૂષ અને ૩૭ સ્ત્રી મળી કુલ ૮૯ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં ભાવનગર તાલુકામાં ૧, ઘોઘા તાલુકામાં ૪, તળાજા તાલુકામાં ૪૬, મહુવા તાલુકામાં ૩, સિહોર તાલુકાઓમાં ૫, ગારીયાધાર તાલુકામાં ૧ તેમજ જેસર તાલુકામાં ૩ કેસ મળી કુલ ૬૩ લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.

 

 

કાલે ભાવનગર શહેર ખાતે રહેતા બે કોરોના પોઝિટિવ દર્દીઓ અને પાલીતાણા તાલુકાનાં લુવારવાવ ગામ ખાતે રહેતા એક કોરોના પોઝિટિવ દર્દી મળી કુલ ૩ દર્દીઓનું સારવાર દરમ્યાન અવસાન થયેલ છે. તો ભાવનગર મહાપાલિકા વિસ્તારમા ૨૧૬ અને તાલુકાઓમાં ૧૦૨ કેસ મળી કુલ ૩૧૮ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. 

 

 

આમ જિલ્લામા નોંધાયેલા ૨૦,૦૧૭ કેસ પૈકી હાલ ૩,૭૪૦ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં  ૨૬૨ દર્દીઓનુ અવસાન થયેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS