કોરોનાને કોરાણે મુકી પરાણે પાણી પ્રશ્નની ચર્ચા

  • May 19, 2021 05:26 PM 

રાજકોટ મહાનગરપાલિકામાં આજે સવારે ૧૧ કલાકે મેયર ડો.પ્રદીપ ડવના અધ્યક્ષસ્થાને મળેલી જનરલ બોર્ડ મિટિંગમાં મહામારી કોરોનાની ચર્ચાને કોરાણે મુકીને પરાણે પાણી પ્રશ્નની ચર્ચા કરવામાં આવી હતી. કોરોના સામે લડવાનું આયોજન અને તૈયારી ખરેખર શું છે તેની ચર્ચાના બદલે પાણીના પંચવર્ષિય આયોજનની ચર્ચા કરીને પ્રશ્નકાળની પુર્ણાહતિ કરી દેવામાં આવી હતી. કોરોનાની ચર્ચા મામલે મેયરના અસંવેદનશીલ અભિગમ સામે વિપક્ષે વિરોધ પ્રદર્શિત કર્યેા હતો. હાલમાં રાજકોટના તમામ જળાશયોમાં પુરતો જળજથ્થો ઉપલબ્ધ છે અને પાણીપ્રશ્ન છે જ નહીં છતાં પાણીપ્રશ્નની ચર્ચાને લંબાવીને એક કલાકનો પ્રશ્નકાળ પૂર્ણ કરી દેવામાં આવ્યો હતો. રાજકોટમાં કોરોનાની સ્થિતિની ચર્ચા કરવામા આવી હોત તો કોરોના સામે લડવા માટેનું આયોજન અને તૈયારી શું છે તેની વિગતો શહેરીજનો જાણી શકયા હોત.

 

 

જનરલ બોર્ડ મિટિંગના પ્રારંભે વંદે માતરમના ગાન બાદ પ્રશ્નકાળનો પ્રારભં થયો હતો જેમાં પ્રથમ ક્રમે વોર્ડ નં.૧૬ના ભાજપના કોર્પેારેટર કંચનબેન સિધ્ધપુરાએ પાણીની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી અને સતત વિસ્તારપૂર્વક ચર્ચા કરી પેટાપ્રશ્નો પૂછવાનું ચાલુ રાખ્યું હતું જેના કારણે વિપક્ષી નગરસેવકો ઉશ્કેરાયા હતા અને કોરોનાની ચર્ચા કરવા સતત માગણી કરી હતી. કંચનબેન સિધ્ધપુરાએ પૂછેલા પ્રશ્નની ચર્ચામાં નેહલ શુકલ, નરેન્દ્ર ડવ સહિતના કોર્પેારેટરોએ પેટાપ્રશ્નો પૂછીને ચર્ચાને વધુ લંબાવી હતી. જનરલ બોર્ડ મિટિંગ અંતર્ગત મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ પાણીની સ્થિતિ અંગે વિસ્તૃત જવાબો આપી રહ્યા હતા તે દરમિયાન નેહલ શુકલએ રાજકોટને પુરતુ પાણી મળી રહે તે માટે આગામી પાંચ વર્ષનું આયોજન શું છે ? તેવો પેટાપ્રશ્ન પૂછતા તેની ચર્ચામાં જ પ્રશ્નકાળ પૂર્ણ થઈ ગયો હતો અને ૧૨ વાગ્યે દરખાસ્તો મતદાન પર લેવામાં આવી હતી જેમાં અરજન્ટ બિઝનેસ દરખાસ્તો સહિત કુલ ૯ દરખાસ્તો વિપક્ષના વિરોધ વચ્ચે બહત્પમતીથી મંજૂર કરવામાં આવી હતી.

 

 


પહેલાં ક્રમે પૂછાયેલો પાણીપ્રશ્ન પુરો જ ન થયો: ૩૨ પ્રશ્નો હવાઈ ગયા
વોર્ડ નં.૧૬ના ભાજપના કોર્પેારેટર કંચનબેન સિધ્ધપુરાએ પૂછેલો પાણીપ્રશ્ન સતત લંબાતો ગયો હતો. કોર્પેારેટર નરેન્દ્ર ડવ, કોર્પેારેટર નેહલ શુકલ વિગેરેએ પેટાપ્રશ્નો પૂછીને સતત આ પ્રશ્નની ચર્ચા ચાલુ રાખી હતી જેથી ભાજપ અને કોંગ્રેસના અન્ય નગરસેવકોએ પૂછેલા ૩૨ પ્રશ્નો હવાઈ ગયા હતા. મતલબ કે તેની કોઈ ચર્ચા જ થઈ ન હતી. યારે કોર્પેારેટર ભાનુબેન બાબરિયાએ પાણીપ્રશ્ને સરકારે કરેલી કામગીરીની સતત પ્રશંસા કરીને પાણી અંગેની ચર્ચાને બિરદાવી હતી.

 

 

સ્ટેન્ડિંગ ચેરમેને વિપક્ષને ટોણો માર્યેા આક્ષેપો જ કર્યા એટલે ૩૪માંથી ૪ વધ્યા
રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડ મિટિંગમાં પાણીપ્રશ્નની ચર્ચા ચાલી રહી હતી ત્યારે વિપક્ષી કોર્પેારેટર વશરામ સાગઠિયાએ પેટાપ્રશ્નો પૂછીને આક્ષેપબાજી શરૂ કરતાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલે તેમને એવો ટોણો માર્યેા હતો કે, વિપક્ષ તરીકે પણ કોંગ્રેસ નિષ્ફળ રહી છે અને માત્ર આક્ષેપો જ કર્યા છે. પ્રજાકિય કામો કરવાના બદલે માત્ર આક્ષેપો કરવામાં જ વ્યસ્ત રહ્યા એટલે જ ગત ટર્મમાં ૩૪ હતા તેમાંથી ફકત ૪ કોર્પેારેટર ચૂંટાયા છે.

 

 

વિનુ ધવા વિફર્યા: વિપક્ષી નગરસેવકોના માઈક બધં કરી દેવાયા
મહાપાલિકાની બોર્ડ મિટિંગના પ્રારંભે પ્રથમ ક્રમે વોર્ડ નં.૧૬ના ભાજપના કોર્પેારેટર કંચનબેન સિધ્ધપુરાનો પ્રશ્ન ચર્ચામાં આવ્યો હતો જેમાં તેમણે રાજકોટની પાણીની વર્તમાન સ્થિતિ અને ભાવિ યોજના અંગે સવાલો પૂછયા હતા અને ખુબ જ વિસ્તારપૂર્વક પેટાપ્રશ્નો પૂછીને ચર્ચા લંબાવતા વિપક્ષના કોર્પેારેટર વશરામ સાગઠિયા, મકબુલ દાઉદાણી, ભાનુબેન સોરાણી અને કોમલબેન ભારાઈએ કોરોના મુદ્દે ચર્ચા કરવા સતત માગણી ચાલુ રાખતા એક તબકકે વિપક્ષી નગરસેવકોના માઈક બધં કરી દેવામાં આવ્યા હતા. વિપક્ષી નગરસેવકો સતત કોરોનાના મુદ્દે ચર્ચાની માગણી કરી રહ્યા હોય શાસકપક્ષના નેતા વિનુ ધવા વિફર્યા હતા અને તેમણે મેયરને કહીને વિપક્ષી નગરસેવકોના માઈક બધં કરાવી દીધા હતા.

 


ત્રણ પૂર્વ કોર્પેારેટરનું નિધન: શોક ઠરાવ પસાર કરાયા
મહાપાલિકાની જનરલ બોર્ડ મિટિંગમાં ત્રણ શોક ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા જેમાં પૂર્વ ડેપ્યુટી મેયર હરગોવિંદભાઈ માવજીભાઈ વ્યાસ, પૂર્વ કોર્પેારેટર સતુભા વેલુભા જાડેજા અને પૂર્વ કોર્પેારેટર કરશનભાઈ મોહનભાઈ વાઘેલાનું તાજેતરમાં અવસાન થતા શોક ઠરાવ પસાર કરી તેમને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

 


ભાજપના બે કોર્પેારેટર ગેરહાજર કોંગ્રેસના ચારેય કોર્પેારેટર હાજર
મહાપાલિકામાં હાલ ભાજપના ૬૮ અને કોંગ્રેસના ૪ કોર્પેારેટર છે જે પૈકી આજની બોર્ડ મિટિંગમાં ભાજપના કોર્પેારેટર અનિતાબેન ગોસ્વામી રજા રિપોર્ટ મુકીને ગેરહાજર રહ્યા હતા અને અન્ય એક કોર્પેારેટર ભારતીબેન પાડલિયા પણ ગેરહાજર રહ્યા હોવાનું જાણવા મળે છે. યારે કોંગ્રેસના ચારેય કોર્પેારેટર હાજર રહ્યા હતા.

 


બે અરજન્ટ બિઝનેસ દરખાસ્ત સહિત ૯ દરખાસ્તો 'બહુમતી'થી મંજૂર
મહાપાલિકાના જનરલ બોર્ડના એજન્ડામાં રહેલી ૭ દરખાસ્તો ઉપરાંત અન્ય ૨ અરજન્ટ બિઝનેસ દરખાસ્ત અધ્યક્ષસ્થાનેથી રજૂ કરાઈ હતી જેમાં સાઈકલ ખરીદી પર વળતર આપવાની પ્રોત્સાહક યોજના મંજૂર કરવા અને ખાનગી મિલકતો પરના હોડિગ બોર્ડ અંગેની તાજેતરમાં સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરેલી પોલિસી મંજૂરી કરવા દરખાસ્ત મુકાઈ હતી. આ બન્ને અરજન્ટ બિઝનેસ દરખાસ્ત વિપક્ષના વિરોધ્ધ વચ્ચે બહત્પમતીથી મંજૂર કરાઈ હતી. આ બન્ને દરખાસ્તોમાં દાળમાં કંઈક કાળુ હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યેા હતો. એજન્ડામાં રહેલી ૭ દરખાસ્તો મંજૂર કરાઈ હતી જેમાં (૧) આસિ.કમિશનરની પ્રતિક્ષા યાદી પરના ઉમેદવારની નિમણૂકની આખરી પસંદગી કરવા (૨) અરવિંદભાઈ મણિયાર લાયબ્રેરીમાં મ્યુનિ.પ્રતિનિધિ તરીકે આશાબેન રાજીવભાઈ ઉપાધ્યાયને સભ્યપદે મોકલવા (૩) વોર્ડ નં.૧૦માં પ્રેમમંદિર સામેના ગાર્ડન બહાર આવેલ પે એન્ડ યુઝ ટોઈલેટ દૂર કરવા (૪) વોર્ડ નં.૧૪માં કેનાલ રોડ પર લલુડી વોંકળી પાસે આવેલ યુરિનલ દૂર કરવા (૫) આવાસ યોજનાઓની દુકાનોનું હરાજીથી કરેલ વેચાણ મંજૂર કરવા (૬) ટીપી બ્રાન્ચે ઈ–ઓકશનથી વેચેલી જમીનનું વેચાણ મંજૂર રાખવા અને (૭) રૈયા ટીપી–૪માં નેશનલ સેમ્પલ સર્વે ઓફિસને લીઝથી ૫૯૦ ચો.મી. જમીન આપવા સહિતની દરખાસ્તો બહત્પમતીથી મંજૂર કરાઈ હતી.

 


તમારામાંથી વિપક્ષી નેતા કોણ ? નકકી કરીને આવો: વિપક્ષ પર શાસકોનો પ્રહાર
મહાપાલિકાની જનરલ બોર્ડ મિટિંગમાં શાસકપક્ષ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે 'તું–તું, મેં–મેં' થઈ હતી. આ દરમિયાન સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્પર પટેલ, શાસકપક્ષના કોર્પેારેટર મનિષ રાડિયા, જયમીન ઠાકર, નીતિન રામાણી, શાસકપક્ષના નેતા વિનુ ધવા વિગેરેએ વિપક્ષી નગરસેવકો ઉપર તડાપીટ બોલાવી હતી અને એવો સવાલ ઉઠાવ્યો હતો કે, 'તમારા ચાર કોર્પેારેટરોમાંથી વિપક્ષી નેતા કોણ છે તે તો પહેલાં નકકી કરીને આવો, હજુ સુધી વિપક્ષી નેતા નકકી કરી શકયા નથી તમે બીજું શું કરી શકવાના હતા ?' તેમ કહી આક્ષેપબાજી કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS