કોરોના સામે રક્ષણ મેળવવા વિવિધ વિસ્તારોમાં ડિસઇન્ફેકશન કામગીરી

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાના સંક્રમણ સામે લેવાઈ રહેલા વિવિધ પગલાઓના ભાગ રૂપે શહેરના વિવિધ સ્થળો પર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડિસઇન્ફેકશનની કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં આજે શહેરની વિવિધ વોર્ડ ઓફિસો, રેલનગર સહિતના વિવિધ સ્થળો પર છંટકાવ થઈ ગયેલ છે અને હજુ છંટકાવની પ્રક્રિયા ચાલુ છે, તેમ મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું. મ્યુનિ.કમિશનરએ વધુમાં જણાવ્યું હતું કે, શહેરના મોરબી રોડ એરિયા, જકાતનાકા, સેટેલાઇટ સોસાયટી, બેડી ચોકડી વિસ્તાર, રેલનગર સમગ્ર વિસ્તાર, પોપટપરા જેલની પાછળ, પોપટપરા સમગ્ર વિસ્તાર, નાના મવા પાસેની કોર્પોરેશનની સ્કૂલ, આફ્રિકા કોલોની, મનપાની તમામ વોર્ડ ઓફિસો, સત્યમ પાર્ટી પ્લોટ પાસે મવડી મેઈન રોડ તેમજ અન્યો સ્થળોએ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડિસઇન્ફેકટની કાર્યવાહી કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS