સ્ટે.મેમ્બર બનાવી કમિટી ચેરપર્સન પદેથી બાદબાકી

  • March 13, 2021 03:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકામાં ગઈકાલે નવી ટર્મ 2021-2026 માટે ભારતીય જનતા પાર્ટીએ મુખ્ય પાંચ પદાધિકારીઓની નિમણૂક કરી છે જેમાં પ્રથમ અઢી વર્ષ માટે ઓબીસી પુરુષના રોટેશનને અનુલક્ષીને મેયરપદે ડો.પ્રદીપ ડવ, ડેપ્યુટી મેયરપદે ડો.દર્શિતા શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનપદે પુષ્કર પટેલ, શાસકપક્ષના નેતાપદે વિનુભાઈ ધવા અને શાસકપક્ષના દંડકપદે સુરેન્દ્રસિંહ વાળાની વરણી કરાઈ છે. બીજીબાજુ વિવિધ પદ માટે પ્રબળ દાવેદારી સાથે રેસમાં હતા તેવા દાવેદારોને ફકત સ્ટેન્ડિંગ કમિટીના સભ્યપદે ‘બેસાડી’ દેવાયા છે. સ્ટેન્ડિંગ કમિટીમાં સભ્યપદ અપાય તે કોર્પોરેટરને 15 પૈકી એક પણ પેટા કમિટીમાં ચેરપર્સન પદ કે વાઈસ ચેરપર્સન પદ ન અપાય તેવી હાલ સુધીની વણલખી રાજકીય પરંપરા રહી છે.

 


સ્ટેન્ડિંગ કમિટીના સભ્યપદે જેઓની નિમણૂક કરાઈ છે તેમાં (1) મેયર મદ માટે જેમનું નામ ચચર્મિાં પ્રથમથી જ સૌથી મોખરે હતું તેવા ડો.અલ્પેશ મોરઝરિયા (2) ડેપ્યુટી મેયર પદ માટે જેમનું નામ ચચર્મિાં હતું તે નયનાબેન પેઢડિયા (3) મેયરપદ માટેના દાવેદાર બાબુ ઉધરેજા (4) સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનપદ માટેના દાવેદાર નેહલ શુકલ (5) સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનપદ માટેના દાવેદાર જાયન્ટ કિલર જયમીન ઠાકર (6) સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનપદ માટેના દાવેદાર જાયન્ટ કિલર મનિષ રાડિયા (7) શાસકપક્ષના નેતા પદ માટેના દાવેદાર નીતિન રામાણી વિગેરેનો સમાવેશ કરાયો છે. તદ્ ઉપરાંત (8) ચેતન સુરેજા (9) દુગર્બિા જાડેજા (10) ભારતીબેન પરસાણા અને (11) ભારતીબેન પાડલિયા સમાવિષ્ટ છે.

 


ઉપરોકત સભ્યોએ હવે અઢી વર્ષ સુધી સ્ટેન્ડિંગ કમિટીમાં ‘ખડેપગે’ રહેવાનું રહેશે તેઓ આગામી અઢી વર્ષ માટે અન્ય કોઈ પદ માટે અપેક્ષિત રહી શકશે નહીં અને તે બાબત તેમની સ્ટેન્ડિંગ સભ્યપદે નિમણૂક થતાની સાથે જ સુનિશ્ર્ચિત બની ગઈ હતી ! અલબત્ત અમુક નવા કોર્પોરેટરોને સ્ટેન્ડિંગનું સભ્યપદ મળતા તેમણે ઉમળકો અનુભવ્યો હતો પરંતુ જૂના જોગીઓ ‘સાન’માં સમજી ગયા હતા કે તેમનું પત્તુ કાપી નાખવામાં આવ્યું છે પરંતુ તેમણે પોતાની શાન જળવાઈ રહે તે માટે કંઈ જ પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું.

 

 

 કમિટીના ચેરપર્સનની નિમણૂકો માટે 16 માર્ચે સ્પેશિયલ બોર્ડ
રાજકોટ મહાપાલિકાના નવનિયુકત કોર્પોરેટરોમાંથી વિવિધ 15 કમિટીઓના ચેરપર્સન અને વાઈસ ચેરપર્સનની નિમણૂક કરવા માટે આગામી તા.16-3-2021ને મંગળવારે સવારે સ્પેશિયલ બોર્ડ મિટિંગ મળનાર છે જેમાં વિવિધ કમિટીઓના સભ્યોની નિમણૂક કરવામાં આવશે. સભ્યોની નિમણૂક કરાય ત્યારે નામોની જે યાદી જાહેર થાય તેમાં પ્રથમ ક્રમે જેમનું નામ હોય તે ચેરપર્સન હોય છે અને બીજા ક્રમે જેમનું નામ હોય તે વાઈસ ચેરપર્સન હોય છે તેવી રાજકીય પરંપરા છે. સ્પેશિયલ બોર્ડ મિટિંગમાં તો કમિટીના સભ્યોના નામો જાહેર કરી તેઓની નિમણૂક કરાઈ છે ત્યારબાદ જે તે કમિટીની બેઠકનો એજન્ડા પ્રસિધ્ધ થાય છે અને તેમાં સત્તાવાર રીતે ચેરપર્સન અને વાઈસ ચેરપર્સનની વરણી થતી હોય છે. વિવિધ 15 કમિટીઓમાં (1) બાંધકામ સમિતિ (2) સેનિટેશન સમિતિ (3) આરોગ્ય સમિતિ (4) લાઈટિંગ સમિતિ (5) વોટરવર્કસ સમિતિ (6) લિગલ સમિતિ (7) માર્કેટ સમિતિ (8) ટાઉન પ્લાનિંગ સમિતિ (9) હાઉસિંગ સમિતિ (10) ડ્રેનેજ સમિતિ (11) બાગબગીચા અને ઝૂ સમિતિ (12) ફાયરબ્રિગેડ સમિતિ (13) માધ્યમિક શિક્ષણ સમિતિ (14) સમાજ કલ્યાણ સમિતિ અને (15) એસ્ટેટ સમિતિનો સમાવેશ થાય છે. આ 15 કમિટીઓનું ચેરપર્સન પદ અને વાઈસ ચેરપર્સન પદ મેળવવા માટે દાવેદારોએ જોરદાર લોબિંગ શ કર્યું છે. હવે એ જોવાનું રહેશે કે કોને શું મળે છે ?


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS