મહાપાલિકામાં તા.21થી ચકલીના માળાનું વિતરણ

  • March 18, 2021 04:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નવનિયુકત મેયર પ્રદીપ ડવનો પ્રથમ જાહેર કાર્યક્રમ: મહાપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીના સંકૂલમાંથી ચકલીના માળા અને પાણીના કુંડાનું જાહેર જનતાને વિતરણ કરાશે: તા.21ને રવિવારે સવારે 10 વાગ્યાથી વિતરણ શ કરાશે

 રાજકોટ મહાનગરપાલિકાના નવનિયુકત મેયર પ્રદીપ ડવના અધ્યક્ષસ્થાને આગામી તા.21ને રવિવારના રોજ પ્રથમ જાહેર કાર્યક્રમ યોજાનાર છે જેમાં લુપ્ત થતી પક્ષી પ્રજાતી ચકલીને બચાવવા માટે લોકો ઘર આંગણે બાંધી શકે તેવા ચકલીના માળા અને પાણીના કુંડાનું વિતરણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ગત વર્ષે લોકડાઉનના કારણે આ કાર્યક્રમ રદ થયો હતો પરંતુ આ વર્ષે યોજવામાં આવનાર છે. શહેરના ઢેબર રોડ સ્થિત મહાપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીના સંકૂલમાં આ કાર્યક્રમ યોજાશે.

 


ચકલીના માળા અને પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવાના કાર્યક્રમનો પ્રારંભ પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજના હસ્તે અને મેયર ડો.પ્રદીપ ડવના અધ્યક્ષસ્થાને યોજાશે. આ તકે પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયા, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, પ્રદેશ ભાજપ મંત્રી અને પૂર્વ મેયર બિનાબેન આચાર્ય, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી તેમજ રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલિબેન પાણી હાજરી આપશે. તદ્ ઉપરાંત મુખ્ય મહેમાનપદે ડેપ્યુટી મેયર ડો.દર્શિતા શાહ, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર ભાનુબેન બાબરિયા, શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી ઉપસ્થિત રહેશે. જ્યારે અતિથિવિશેષ તરીકે શાસકપક્ષના નેતા વિનુભાઈ ધવા અને શાસકપક્ષના દંડક સુરેન્દ્રસિંહ વાળા ઉપસ્થિત રહેશે. ઉપરોકત કાર્યક્રમમાં જાહેર જનતાને ઉપસ્થિત રહેવા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ, બાગબગીચા અને ઝૂ કમિટી ચેરમેન અનીતાબેન ગૌસ્વામી અને મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS