આજે મોદી સ્ટેડીયમમાં ઇંગ્લેન્ડ સામે ચોથો ટી-20: ભારત માટે કરો ય મરો જેવી સ્થિતિ

  • March 18, 2021 11:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટીમ ઈન્ડિયા માટે આજે રમાનારી ચોથી ટી20 મેચમાં કરો યા મરો...પ્રકારની સ્થિતિ છે. ભારતીય ટીમ ઈંગ્લેન્ડથી સીરીઝમાં 1-2થી પાછળ પડી ગઈ છે. હવે એક હારનો અર્થ થાય છે સીરીઝ ગુમાવવી. એવામાં ટીમ ઈન્ડિયા કોઈ પણ સ્થિતિમાં ચોથી ટી20 જીતવાનો પ્રયાસ કરશે. હવે સવાલ એ છે કે ભારતીય ટીમ કઈ પ્લેઇંગ ઇલેવનની સાથે મેદાન પર ઉતરશે. છેલ્લી 3 ટી20 મેચોમાં કરવામાં આવેલા ફેરફારોએ તમામ ક્રિકેટ એક્સપટ્ર્સ અને પ્રશંસકોને ચોંકાવી દીધા છે અને હવે ચોથી ટી20માં શું પ્લેઇંગ ઇલેવન હશે તેનું અનુમાન લગાવવું કઠીન છે.

 

આમ તો ત્રીજી ટી20નું પ્રદર્શન અને ચોથી ટી20ની અગત્યતાના આધાર પર કદાચ ટીમ ઈન્ડિયા કેટલાક નિર્ણય લઈ શકે છે. જેમ કે કેએલ રાહુલ 3 મેચમાં માત્ર એક રન જ કરી શક્યો છે અને સ્પષ્ટ વાત છે કે તેનું ફોર્મ સારું નથી તો તેને બહાર કરીને સૂર્યકુમાર યાદવને ફરી તક આપવામાં આવી શકે છે. સૂર્યકુમારને બીજી ટી20માં ડેબ્યૂ કરાયા બાદ બેટિંગ કરાયા વગર જ ત્રીજી ટી20થી બહાર કરી દેવામાં આવ્યો હતો.

 


એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ટીમ ઈન્ડિયા કેએલ રાહુલના સ્થાને ઈશાન કિશન પાસ ફરી એક વાર ઓપનિંગ કરાવશે. રોહિત શમર્િ તેનો ઓપનિંગ પાર્ટનર હશે. ત્યારબાદ વિરાટ કોહલી ફરી એકવાર ત્રીજા નંબર પર રમશે. ઋષભ પંત, શ્રેયસ અય્યરનું રમવું નક્કી માનવામાં આવી રહ્યું છે. સૂર્યકુમાર યાદવને છઠ્ઠા નંબર પર તક આપવામાં આવી શકે છે. સાતમા નંબર પર હાર્દિક પંડ્યા અને પછી વોશિંગટન સુંદર પણ હશે. શાર્દુલ ઠાકુર, ભુવનેશ્વર કુમાર અને યુજવેન્ર્. ચહલનું રમવું પણ નક્કી માનવામાં આવી રહ્યું છે. આમ તો યુજવેન્ર્. ચહલના સ્થાને અક્ષર પટેલને તક મળે તો બોલિંગ વધુ મજબૂત થઈ શકે છે કારણ કે ચહલ ત્રણ ટી20 મેચોમાં કંઈ ખાસ પ્રદર્શન નથી કરી શક્યો.

 


ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન- રોહિત ઈશાન કિશન, વિરાટ કોહલી, ઋષભ પંત, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, વોશિંગટન સુંદર, શાર્દુલ ઠાકુર, ભુવનેશ્વર કુમાર અને યુજવેન્દ્ર ચહલ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021