ડોક્ટરોની ચિંતા, ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે બ્લેક ફંગસ

  • May 17, 2021 11:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એઇમ્સના વડા કહે છે આગામી દિવસોમાં દેશમાં કેસમાં ચિંતાજનક વધારો થઇ શકે છે



દેશમાં કોરોનાવાયરસ મહામારીની બીજી લહેર ભયંકર પડકાર સાથે અનેક રાજ્યોને ચિંતામાં મૂકી રહી છે અને સાથોસાથ બ્લેકફંઞસના કેસ ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં ભારે ઝડપથી વધી રહ્યા છે તેવી ચિંતા ડોક્ટરો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

 


તેમણે કહ્યું છે કે જો આવી ગતિ સાથે જ કેસ ચાલુ રહે તો દેશની સામે મોટો પડકાર ઉભો થઈ શકે છે અને લોકોને બચાવવા માટે અનેક પગલાં લેવાની ફરજ પડશે. ગુજરાત તેમજ મહારાષ્ટ્ર ઉત્તરપ્રદેશ મધ્ય પ્રદેશ રાજસ્થાન હરિયાણા અને કેરળમાં ભારે ગતિ સાથે આવા કેસ બહાર આવી રહ્યા છે.

 


દરમિયાન એમ્સના વડાએ પણ એમ કહ્યું છે કે આગામી દિવસોમાં દેશમાં આ પ્રકારના કેસમાં વધારો થઈ શકે છે તેવું પૂરેપૂરું જોખમ દેખાઈ રહ્યું છે અને દેશની તમામ હોસ્પિટલોને આ રોગની સારવાર માટે તૈયારી રાખવાની એમણે સલાહ આપી છે.

 


તેમણે કહ્યું છે કે આ ખૂબ જ જીવલેણ રોગ છે અને કોરોનાવાયરસ ના દર્દીઓ માં તે ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે માટે તમામ રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર માટે પણ ચિંતાની વાત છે. દેશની તબીબી આલમને તેમણે અપીલ કરી છે કે આ રોગમાં દર્દીને યોગ્ય સારવાર આપવા માટે તૈયારી રાખવી પડશે અને દવા તેમજ ઇન્જેક્શનો સહિતનો પહેલાથી જ તૈયાર રાખવો પડશે.

 


ચિંતાની વાત એ છે કે કોરોનાવાયરસ મહામારીમાં થી મુક્ત થઈ ગયેલા લોકોમાં પણ આ રોગ ફેલાઈ રહ્યો છે. આ રોગની સારવાર ખૂબ જ મોંઘી છે માટે ગરીબ વર્ગ માટે આ રોગચાળો એક મહા મુસીબત સમાન બની શકે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS