ચીન જ્યારે વાયરસનું સત્ય છુપાવતું હતું ત્યારે દુનિયાને કોરોનાની ચેતવણી આપનાર ડોક્ટરનું મોત

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના વાયરસ આજે વિશ્વભરના દેશો માટે જોખમ બની ગયો છે. સાથે જ આ વાયરસએ એવા વ્યક્તિનો પણ ભોગ લઈ લીધો છે જેણે દુનિયાને આ વાયરસથી ચેતવ્યા હતા. વિશ્વને આ વાયરસ જીવલેણ સાબિત થશે તેવી પ્રથમ ચેતવણી આપનાર ચીની ડોક્ટર લી વેનલિયાન્ગનું અવસાન થયું છે. 

 

ચીનના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર ડો લી વેનલિયાન્ગનું મૃત્યુ કોરોના વાયરસના કારણે જ થયું છે. ચીનના વુહાન શહેરમાં કોરોના વાયરસ  ફેલાયો છે તે વાત જગજાહેર ન થાય તેવા પ્રયત્નો વચ્ચે આ ડોક્ટરએ  હોસ્પિટલનો એક વીડિયો પોસ્ટ કર્યો અને લોકોને કોરોના વાયરસ વિશે ચેતવણી આપી હતી. 

 

આ વીડિયો વાયરલ થયા બાદ ચીનના સ્થાનિક આરોગ્ય વિભાગ દ્વારા 34 વર્ષીય ડોક્ટરની પૂછપરછ કરવામાં આવી. એટલું જ નહીં વુહાન પોલીસએ લી વેનલિયાન્ગને નોટિસ પાઠવી હતી અને તેના પર સોશિયલ મીડિયા દ્વારા અફવા ફેલાવવાનો આરોપ મુક્યો હતો. પરંતુ થોડા સમયમાં કોરોના વાયરસની ભયંકરતા વિશ્વભરના લોકોએ જાણી લીધી. લી વેનલિયાન્ગ કોરોના વાયરસનો ભોગ બન્યા બાદ તેમને 12 જાન્યુઆરીએ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ડોક્ટરન લી વેનલિયાન્ગને વાયરસગ્રસ્ત દર્દીઓના સંપર્કમાં આવ્યા બાદ ચેપ લાગ્યો હતો. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS