યુનિ. રોડ પર આકાશવાણી ચોકમાં અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલમાં 80થી 120 બેડની ક્ષમતાનું કોવિડ સેન્ટર બનાવાશે
રાજકોટ શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ ભયજનક હદે પ્રસરી જતાં હવે હોસ્પિટલો ઓછી પડવા લાગી છે. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સમાતા નથી અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં પણ લાંબુ વેઇટીંગ છે આથી યુનિ. રોડ પર આકાશવાણી ચોકમાં આવેલા કવિ અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલમાં કોવિડ સેન્ટર બનાવવા માટે નિર્ણય કરાયો છે અને તે અંતર્ગત મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટે.ચેરમેન પુષ્કર પટેલ અને મ્યુ.કમિશનર ઉદિત અગ્રવાલ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓએ આ કોમ્યુનિટિ હોલની વિઝિટ લીધી હતી. કેનાલ રોડ અને 80 ફુટ રોડ તેમજ કોઠારીયા રોડ પર પણ કોરોનાના કેસ વધી રહ્યા હોય પારડી રોડ (બોલબાલા માર્ગ) ઉપર આવેલો રણછોડદાસબાપુ કોમ્યુનિટી હોલને પણ કોવિડ સેન્ટરમાં તબદિલ કરવા વિચારણા ચાલી રહી છે.
વિશેષમાં મેયર ડો.પ્રદિપ ડવ અને સ્ટે.કમિટી ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું કે, આવતીકાલથી માઇક્રો ક્ધટેન્મેન્ટ ઝોન હેઠળના વિસ્તારોમાં યલો માર્કિંગ કરવામાં આવશે તેમજ જે તે વિસ્તાર એક્ટિવ ઝોન હેઠળ છે તેમાં બેનર લગાવવામાં આવશે. આ વિસ્તારોમાં પોલીસની મદદ લઇને વખતો વખત ચેકિંગ કરવામાં આવશે તેમજ હોમ કવોરન્ટાઇન રહેલા લોકો ઘર બહાર ન નિકળે તે માટે સમજાવટ કરાશે અને જર પડયે કાયદેસરની કાર્યવાહી પણ કરાશે.
રાજકોટ શહેરમાં કોરોના વાયરસની વર્તમાન પરિસ્થિતિને નજર સમક્ષ રાખી સંક્રમણ ફેલાતું અટકાવવા અને સંક્રમણની ચેઇન તોડવાના પ્રયાસોના ભાગપે રાજકોટ મહાનગરપાલિકા અને શહેર પોલીસ દ્વારા માઇક્રો ક્ધટેઇનમેન્ટ ઝોન બનાવવા અને તેને આનુસાંગીક આવશ્યક કામગીરી અનુસંધાને જરી ચચર્િ વિચારણા કરવા માટે આજ રોજ સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલના અધ્યક્ષસ્થાને એક ખાસ મિટિંગ યોજાઇ હતા. આ બેઠકમાં નાયબ પોલીસ કમિશનર મનોહરસિંહ જાડેજા, નાયબ મ્યુનિ. કમિશનરઓ બી.જી.પ્રજાપતિ, એ.આર.સિંહ અને ચેતન નંદાણી તેમજ ડાના સીઇએ ચેતન ગણાત્રા તેમજ ઝોનલ સીટી એન્જિનિયરો ગોહેલ, ગોસ્વામી અને કોટક, વોર્ડ ઓફિસરો, વોર્ડ એન્જિનિયર, પોલીસ ઇન્સ્પેકટર અને સબ ઇન્સ્પેકટર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં માટે વોર્ડ વાઇઝ ટીમોની રચના કરવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationરાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા નોંધાયેલા કેસનો આંક 10000ને પાર : 110 મોત
April 18, 2021 07:38 PM28 જૂનથી શરૂ થશે અમરનાથ યાત્રા : જૂઓ બાબા બર્ફિલાની પ્રથમ તસ્વીર
April 18, 2021 05:58 PMઉત્તરાખંડમાં કોરોનાનો કહેર : કોરોના સેન્ટરમાંથી ભાગ્યા 20 કોરોના સંક્રમિત દર્દીઓ
April 18, 2021 04:53 PMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech