મધ્યપ્રદેશમાં 6 ટકા સેમ્પલમાં વાઇરસના ડબલ મ્યુટેશન, દિલ્હીમાં 24 કલાકમાં 112 મોત

  • April 16, 2021 09:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કુંભ મેળામાં 1300 જેટલા શ્રદ્ધાળુઓ પોઝિટિવ જાહેર થયા: નિરંજન અખાડાએ કુંભની સમાપ્તિ જાહેર કરી



કોરોનાવાયરસ મહામારી થી અનેક રાજ્યોની હાલત સૌથી વધુ ખરાબ થઈ રહી છે અને હવે તેમાં મધ્યપ્રદેશ નો પણ સમાવેશ થયો છે. દિલ્હી અને ઉત્તર પ્રદેશની પણ હાલત ખરાબ થઇ રહી છે. મધ્યપ્રદેશમાં 6 ટકા જેટલા સેમ્પલ મા વાયરસ ના ડબલ ન્યૂ ટેશન નીકળી પડ્યા છે અને તંત્રમાં દોડાદોડી થઈ ગઇ છે.

 


દિલ્હીની હાલત પણ ખરાબ થઈ રહી છે અને ત્યાં છેલ્લા 24 કલાકમાં 112 જેટલા દર્દીઓના મૃત્યુ થઈ ગયા છે અને આજથી દિલ્હીમાં વિકેન્ડ કર્ફ્યુનો અમલ શરૂ થઇ રહ્યો છે. તમામ શાળા-કોલેજ, જીમ, પાર્ક ઓડિટોરિયમ બંધ કરાવી દેવામાં આવ્યા છે. સિનેમા ઘરોમાં પણ ફક્ત 30 ટકા પ્રેક્ષકોને છૂટ આપવામાં આવી છે.

 


ઉત્તર પ્રદેશમાં પણ ભયંકર ગતિ સાથે જ બહાર આવી રહ્યા છે અને ઉત્તરાખંડમાં હાલત ખરાબ થઇ રહી છે. કુંભમેળામાં 1300 જેટલા શ્રદ્ધાળુઓ પોઝિટિવ જાહેર થયા છે. નિરંજની અખાડા દ્વારા કુંભમેળાની સમાપ્તિની જાહેરાત કરી દેવામાં આવી છે જોકે અન્ય અખાડાના સંચાલકો તેના માટે તૈયાર નથી.

 


મધ્યપ્રદેશમાં પરિસ્થિતિ ગંભીર બની રહી છે અને અત્યાર સુધી જેટલા ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે તેમાંથી છ ટકા જેટલા કેસોમાં વાઈરસના ડબલ ન્યુ ટેશન બહાર આવ્યા છે અને ઘણા બધા દર્દીઓની હાલત ગંભીર હોવાનું જાહેર થયું છે.

 


બીજી બાજુ મધ્યપ્રદેશમાં પણ ઓક્સિજનનો ભયંકર અભાવ પ્રવર્તી રહ્યો છે અને કેન્દ્ર સરકારને રજૂઆત કરવામાં આવી છે કબીર દર્દીઓની સારવારમાં મોટો અવરોધ ઊભો થયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS