જેતપુરમાં અધુરા માસે જન્મેલી ૮૦૦ ગ્રામની બાળકીને નવજીવન આપતા ડો.સીતાપરા

  • March 11, 2021 01:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મુળ છોટા ઉદેપુરના રહેવાસી અને જામકંડોરણા તાલુકાના ભાદરા ગામે ખેતમજૂરી કરતા શેરાંગુબેન અતુલભાઈ રાઠવાને પ્રેગનન્સી દરમિયાન છઠ્ઠા મહિને જ કિડનીમાં રસી થઈ જતા વહેલી ડિલીવરી કરવાની ફરજ પડી, નોર્મલ ડિલીવરીથી બાળકીનો જન્મ થયો પરંતુ છઠ્ઠા મહિને જ ડિલીવરી થઈ હોવાથી બાળકીનું વજન ફકત ૮૦૦ ગ્રામ હતું તથા બાળકીના અંગો ખુબ જ નબળા હોવાથી બચવું ખુબ જ મુશ્કેલ હતું.


બાળકીને તાત્કાલીક જેતપુરની સીતાપરા બાળકીની હોસ્પિટલમાં એનઆઈસીયુ (કાચની પેટી)માં દાખલ કરીને ઘનિષ્ઠ સારવાર શરૂ કરવામાં આવી. બાળકી શ્ર્વાસ લઈ શકતી ન હોવાથી વેન્ટિલેટર (કૃત્રિમ શ્ર્વાસોચ્છવાસનું મશીન) પર રાખવામાં આવી. બાળકીના આંતરડા અત્યંત કાચા હોવાથી દૂધનું પાચન કરી શકે તેમ ન હોવાથી જરૂરી પોષણ સીધું લોહીમાં આપવામાં આવ્યું. ફેફસા કાચા હોવાથી ફેફસા માટેનું ઈન્જેકશન શ્ર્વાસનળી મારફતે ફેફસામાં આપવામાં આવ્યું. આટલી ઘનિષ્ઠ સારવાર છતાં પણ બાળકીની તબિયત અત્યંત નાજૂક હતી. ઘણી વખત એવો સમય પણ આવ્યો કે બાળકીની બચવાની શકયતા બિલકુલ લાગતી ન હતી.


છતા પણ સીતાપરા હોસ્પિટલની એનઆઈસીયુની ટીમે હિંમત હાર્યા વગર અથાગ પ્રયત્નો ચાલુ રાખ્યા. બાળકને અનેક વખત પ્લાઝમા, પ્લેટલેટ તથા લોહી ચડાવવાની જરૂર પડી. સતત ૨૪ દિવસ સુધી વેન્ટિલેટર પર રહ્યા બાદ બાળકના ફેફસામાં સુધારો થતાં વેન્ટિલેટર હટાવી ઓક્સિજન પર લેવામાં આવ્યું. આંતરડાની સ્થિતિમાં સુધારો આવતા નળી દ્વારા દૂધ આપવાનું શરૂ કરવામાં આવ્યું. અંતે ૪૦માં દિવસે બાળક ઓક્સિજન વગર શ્ર્વાત લેતું થયું.


અધુરા મહિને જન્મેલ બાળકમાં આંખના પડદામાં રેટિનોપેથી ઓફ પ્રેમેચ્યુરિટી (રોપ)ની તકલીફ થવાની શકયતા હોય છે. આ બાલકને પણ આ તકલીફ થઈ. જેની સારવાર આંખમાં ઈન્જેકશન આપીને કરવામાં આવી.અંતે આટલી મુશ્કેલીઓમાંથી બહાર આવી ૬૧માં દિવસે બાળકીનું વજન ૧.૩ કિલો થતા ૮-૩-૨૦૨૧ના રોજ સંપૂર્ણ સ્વસ્થ સ્થિતિમાં રજા આપવામાં આવી હતી.ખેતમજૂરી કરતા અત્યંત ગરીબ પરિવારને બાળકી હેમખેમ ખોળામાં આવતા ખુશીનો પાર ન રહ્યો. બાળકના માતા-પિતાએ સીતાપરા હોસ્પિયલના ડોકટર તથા સ્ટાફનો આભાર માન્યો.


આ ૬૧ દિવસની આઈસીયુની ઘનિષ્ઠ સારવાર અતિશય ખર્ચાળ હોય છે જે આ ગરીબપરિવારને પરવડે તેમ ન હતી પરંતુ જેતપુરની સીતાપરા હોસ્પિટલમાં આ સંપૂર્ણ સારવાર સરકારની બાળસખા-૩ યોજના હેઠળ સંપૂર્ણ ફ્રીમાં કરવામાં આવી. બાળકીના પરિવારે આવી આશીર્વાદ‚પ યોજના અમલમાં મુકવા માટે સરકારનો પણ ખુબ આભાર વ્યકત કર્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS