હવે દર્દીને પ્રાથમિક સારવાર માટે નહીં જોવી પડે કલાકો સુધી રાહ, રાજકોટમાં ડ્રાઈવ થ્રૂ સારવારની કરાઈ વ્યવસ્થા

  • April 24, 2021 06:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 


સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા દિવસોથી દર્દીઓ ભરેલી 108 એમ્બ્યુલન્સની લાઈનો જોવા મળે છે. આ સ્થિતિ હવે રોજની બની ગઈ છે. માત્ર રાજકોટના જ નહીં પરંતુ સૌરાષ્ટ્રભરના દર્દીઓ કોરોનાથી મુક્ત થવાની આશાએ અહીં પહોંચે છે ત્યારે કોરોના પોઝિટિવ દર્દી સાથે 108 સૌપ્રથમ સિવિલ હોસ્પિટલ પહોંચે છે ત્યારે આવા દર્દીઓની પ્રાથમિક તપાસ કરી અને તેમને ઈમરજન્સી સારવાર આપવામાં આવે છે. આ બંને કામ માટે જિલ્લા કલેકટરે ખાસ ડ્રાઈવ થ્રૂ વ્યવસ્થા શરુ કરાવી છે. 

 

 

દર્દીને પ્રાથમિક તપાસ અને ઈમરજન્સી સારવાર માટે લાઈનમાં કલાકો સુધી રાહ ન જોવી પડે તે માટે ખાસ ડોમ ઊભા કરવામાં આવ્યા છે. એટલે કે 108 એમ્બ્યુલન્સમાં આવતા દર્દીઓને હવે સીધી ડ્રાઈવ થ્રુ સારવાર આપવામાં આવશે. આ માટે 50 તબિબો અને પેરા મેડિકલના 100 કર્મચારી તૈનાત કરાયા છે. કોરોનાના હળવા લક્ષણ ધરાવતા કોરોના દર્દીઓને લાંબા સમય સુધી એડમીશન માટે રાહ ન જોવી પડે તે માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. દર્દીને સમરસ, કેન્સર હોસ્પિટલ કે ઈએસઆઈ હોસ્પિટલમાં દાખલ કરી દેવાની તજવીજ પણ શરુ કરવામાં આવશે. આ માટેનું પેપરવર્ક કરવા માટે પણ 200થી વધુ એટેન્ડન્ટને નિમણુંક આપવામાં આવી છે. 

 

 

108 એમ્બ્યુલન્સમાં આવતા કોરોના દર્દીઓને ઝડપથી દાખલ કરવામાં આવે અને તેમની સારવાર શરુ થાય તે માટે થઈને હવે ચૌધરી હાઈસ્કૂલ ખાતે પણ વિશાળ ડોમ ઊભા કરવામાં આવ્યા છે અને ડ્રાઈવ થ્રુ સારવાર શરુ કરવાનું નક્કી કરી દેવામાં આવ્યું છે. આ માટે સ્ટાફ પણ નક્કી કરી દેવામાં આવ્યો છે.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS