હોમગાર્ડ જવાને પિચકારી મારતા કારચાલકે જાહેરમાં સબક શીખવ્યો: વીડિયો વાયરલ

  • March 06, 2021 03:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના કાલાવડ રોડ પર બાઈક સવાર હોમગાર્ડે ચાલુ વાહને પીચકારી મારતા નજીકની કાર પર પીચકારી ઉડી હતી. બાદમાં હોમગાર્ડ તુરંત નાસી ગયો હતો અને કાર ચાલકે તેનો પીછો કરીને કટારીયા ચોકડી નજીક આંતરી લીધો હતો.બાદમા વિડીઓમાં નજરે પડે છે તે મુજબ કારચાલકે આ હોમગાર્ડ જવાનને બરોબરનો પાઠ ભણાવ્યો હતો.

 

દરમિયાન મધ્યસ્થી કરવા પોલીસ જવાન આવતા કાર ચાલકે કહ્યું હતું કે, હોમગાર્ડની ઈજ્જત કરીએ છીએ અને આ માણસ આવા કામ કરે છે, જો અકસ્માત થયો હોત તો તેનો જવાબદાર કોણ ? હું કે આ હોમગાર્ડ, મારી સાથે કારમાં મારી નાની બાળકી બેઠી હતી તેનો તો કમસે કમ વિચાર કરવો જોઈએ.હોમગાર્ડે કહ્યું હતું કે, મારુ ધ્યાન નહોતું કે ક્યારે આ બની ગયું. આ વાત સાંભળીને કાળ ચાલક વધુ રોષે ભરાયો હતો અને કહ્યું હતું કે, ખોટું ન બોલ નહિતર મમરા ભરી દઈશ, આ ઘટનાનો વિડીયો કોઈ જાગૃત નાગરિકે વાઇરલ કરતા ભારે ચચર્િ જાગી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS