1 ઓક્ટોબરથી શરૂ થશે દુબઇ એક્સ્પો, ભારતે 500 કરોડના ખર્ચે તૈયાર કરેલા હાઇટેક પેવેલિયનમાં જોવા મળશે દેશનો અતુલ્ય વારસો 

  • August 22, 2021 03:45 PM 

 

1 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા દુબઈ એક્સ્પોની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ 6 મહિના લાંબી મેગા ઇવેન્ટમાં 192 થી વધુ દેશો ભાગ લઇ રહ્યા છે. દરેક દેશ પોતાની સંસ્કૃતિ અને સભ્યતા દર્શાવવા માટે હાઇટેક પેવેલિયન બનાવ્યું છે. જે 4800 ચોરસ મીટર ક્ષેત્રમાં 500 કરોડ રૂપિયાના ખર્ચે ઉભું કરવામાં આવ્યું છે. 

 

કનેક્ટિંગ માઈન્ડ, ક્રિએટિંગ ધ ફ્યુચર

 

 

ભારતે દુબઇમાં એક્સ્પો 2020 ને લોકપ્રિય બનાવવા માટે સ્પર્ધાઓની આખી એક મોટી શ્રેણી તૈયાર કરી છે. આ તૈયારી ફક્ત 6 અઠવાડિયાની અંદર કરવામાં આવી છે, હાલ તે વિશ્વ પ્રદશનમાં ભાગ લેવા માટે તૈયાર છે. ફેડરેશન ઓફ ઇન્ડિયા ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ જણાવ્યા મુજબ, 'આ સ્પર્ધાઓનો મુખ્ય ઉદેશ્ય દુબઇ વર્લ્ડ એક્સ્પોનું સ્લોગન 'કનેક્ટિંગ માઈન્ડ, ક્રિએટિંગ ધ ફ્યુચર'ને બધા સુધી પહોંચાડવાનું છે.   

 

ભારતીય રોકાણકારો માટે ખુબ મહત્વનું 

 

 

FICCI ના રિપોર્ટ મુજબ, એક્સ્પો 2020માં દુબઇમાં રહેલા ભારતીય રોકાણકારો માટે આ એક ઉદ્યોગ ભાગીદાર સાબિત થશે. દુબઇ વર્લ્ડ એક્સ્પો મુખ્તેવ સ્થિરતા, સશક્તિકરણ, ન્યાયપ્રિય અને હરિયાળા વિશ્વ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, આ સંદેશને આગળ વધારવા આ બધી સ્પર્ધાઓ ખુબ મહત્વનો રોલ ભજવશે અને ભવિષ્યના પ્રોજેક્ટ માટે પૂરતું ફંડ પણ મેળવશે.'

આ પ્રોજેક્ટ દ્વારા ભારત અને યુએઈ ભવિષ્યમાં દ્વિપક્ષીય વેપારમાં 100 અબજ ડોલરનો આંકડો પાર કરશે. આ એક્સ્પો ભારતીય કંપનીઓને આ ક્ષેત્રના બજારો સુધી પહોંચવા માટે વૈશ્વિક મંચ આપશે. અહીં મુલાકાતે  આવતા લોકો ભારતમાં રોકાણ કરવા અથવા જવા માટે ઘણા બધા કારણો મળી રહશે. 

 

192 થી વધુ દેશો ભાગ લેશે 

 

 

1 ઓક્ટોબર 2021 થી 31 માર્ચ 2022 સુધી ચાલતા આ એક્સ્પોમાં 25 કરોડથી વધુ લોકો જોડાશે . આ સાથે 192 થી વધુ દેશો આ મેગા ઇવેન્ટનો ભાગ બનશે. 30 હજાર સ્વયંસેવક આ બધી વ્યવસ્થા સંભાળશે. આ માટે 55 હજાર લોકોએ રજીસ્ટ્રેશન પણ કરાવ્યું છે. આ એક્સ્પો 4.38 ચો.કિ.મી.ના વિસ્તારમાં યોજવાનો છે જે  દુબઇના અલ મખ્તુમ ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક આવેલો છે.

 

ભારત સરકારે લોન્ચ કર્યો લોગો 

 

 

સપ્ટેમ્બર 2021ના ​​પહેલા સપ્તાહ સુધીમાં ચાર માળનું ભારત પેવેલિયન સંપૂર્ણ તૈયાર થઈ જશે. એક્સ્પો 2020માં ઓક્ટોબર મહિનામાં લાઇવ થવાનો હતો, પરંતુ COVID-19 રોગચાળાને કારણે વિલંબ થયો હતો. ભારત સરકારે તાજેતરમાં જ ઇન્ડિયા પેવેલિયનનો ઓફિસિયલ લોગો અને વેબસાઇટ લોન્ચ કરી છે. 

 

લોગોની ડિઝાઇનમાં રાષ્ટધ્વજનું ચક્ર જોવા મળે છે. જે પ્રગતિની ગતિ દર્શાવે છે કે, જેના પર ભારત વિકાસ કરી રહ્યું છે. લોગોના રંગો ભારતીય ધ્વજમાંથી લેવામાં આવ્યા છે. જેમાં કેસરી રંગ તાકાત અને હિંમતનું પ્રતીક છે. સફેદ શાંતિ અને સત્ય સૂચવે છે, જયારે  લીલો રંગ વૃદ્ધિ અને સુખનું પ્રતિનિધિત્વ કરે છે.

 


 

 

ભારતની સંસ્કૃતિ અને સભ્યતા જોવા મળશે 

 

આ પેવેલિયન બે ભાગમાં બનાવવામાં આવી રહ્યું છે. એક ભાગમાં લોકો ભારતને સમજશે. ભારતની સંસ્કૃતિથી લઈ સભ્યતા સુધીનો વારસો જોશે અને તેને અનુભવી શકશે. જયારે બીજા ભાગમાં વ્યવસાયિક પ્રવૃત્તિઓ જોવા મળશે. પેવેલિયનમાં પ્રવેશતાની સાથે જ તમે એક ટનલ દ્વારા અવકાશની સફરે નીકળી જશો. જેમાં તમને ભારતના મંગળ મિશનની રોચક વાતો જાણવા અને જોવા મળશે. આ પછી આગળ તમને સ્વાસ્થ્ય અને યોગ સબંધિત માહિતી મળશે. સદીઓથી ભારત સ્વાસ્થ્ય અને યોગને લઈ જે કરી રહ્યું છે તે બાબતનો સંપૂર્ણ અહેવાલ તમને અહીંયા જોવા મળશે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS