ઇતિહાસમાં પ્રથમ વખત દ્વારકાધિશ મંદિર, નાગેશ્વર સહિતના તમામ મંદિરો તારીખ 31 સુધી બંધ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હર્ષદ ના હરસિધ્ધિ માતાજી જામનગરની સેફટી મસ્જિદ શિક્ષકના ઉમિયા માતાજીના મંદિરમાં પણ રોક ખોડલધામ મંદિર પણ બંધ કરાવ્યું

 

જામનગર સહિત સમગ્ર હાલારમાં આદેશને પગલે વહીવટી તંત્ર હવે ખૂબ જ સત્ય થઈ ગયું છે તમામ ધાર્મિક સત્તાઓના વડાઓ સાથેની મિટિંગ કર્યા બાદ એવું પગલું ભરાયું છે કે અત્યાર સુધીના ઇતિહાસમાં ક્યારેય જે મુખ્ય મંદિરો બંધ રહ્યા નથી તેને પણ તારીખ 31 માર્ચ સુધી બંધ કરી દેવામાં આવ્યા છે ચારધામ પૈકીનું આ જગત મંદિર ઉપરાંત સુપ્રસિદ્ધ નાગેશ્વર હર્ષદ ના હરસિધ્ધિ માતાજી ખેતરના ઉમિયા માતાજીનું મંદિર અને ખોડલધામ મંદિર ને બંધ કરી દેવામાં આવ્યા છે એટલું જ નહીં જામનગરના તમામ મુખ્ય મંદિરો સમય ટૂંકાવી દેવામાં આવ્યો છે અને ભક્તોને ઘરબેઠા ભગવાનની પ્રાર્થના કરવા ધાર્મિક સંસ્થાના મહંતોએ અપીલ કરી છે

 

જાણવા મળતી માહિતી મુજબ ભગવાન દ્વારકાધીશના દર્શન અર્થે અનેક લોકો કાળીયા ઠાકોર ને શીશ નમાવે છે આજ સવારથી તારીખ 31 માર્ચ સુધી જગત મંદિરને બંધ કરી દેવામાં આવ્યું છે એટલું જ નહીં બાર જ્યોતિર્લિંગ સમા નાગેશ્વર મહાદેવના મંદિરને પણ દર્શન માટે બંધ કરી દેવામાં આવ્યું હોવાના સમાચાર જાણવા મળ્યા છે હર્ષદ માં આવેલું હરસિદ્ધિ માતાનું મંદિર પણ આજથી બંધ રહેશે એટલે કે તમામ મોટા મંદિરો ને બંધ કરી દેવામાં આવ્યા છે દ્વારકામાં ધ્વજા ચઢાવવા આવનાર ની સંખ્યામાં ઘટાડો કરી દેવામાં આવ્યો છે હવે માત્ર 25 ભક્તો જ ધજા રોહણ ના કાર્યક્રમમાં ભાગ લઇ શકશે જિલ્લા કલેકટરે તમામ ધાર્મિક સંસ્થાઓના વડાઓ સાથે મીટિંગ કરી હતી જેમાં સરકાર ની ગાઈડ લાઈન મુજબ આવા પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે

 

આઝાદી પછીના અત્યાર સુધીના ઇતિહાસમાં સૌપ્રથમ વખત ભગવાન દ્વારકાધીશના જગત મંદિર બંધ કરી દેવાનો ઐતિહાસિક નિર્ણય લઈ લેવામાં આવ્યો છે કોરોના પગલે તંત્ર કોઇ પણ જાતની કચાશ છોડવા માગતું નથી એટલું જ નહીં તમામ સ્થળોએ આરોગ્ય વિશે ના પગલાં લઈ લેવામાં આવ્યા છે મોટાભાગના અધિકારીઓની રજા રદ કરી દેવામાં આવી છે દ્વારકાના જગતમંદિરમાં હવે માત્ર પૂજારી જ પૂજા-પાઠ અને આરતી કરી શકશે વહેલી સવારે 6:30 મંગળા આરતી અને ત્યારબાદ આઠ થી નવ સુધી બંધ પડે ભગવાનને સ્નાન કરીને શણગાર કરવામાં આવશે શ્રીજીને બાર વાગ્યે રાજભોગ તપાસે અને એક વાગ્યે મંદિર બંધ કરી દેવામાં આવશે 5:00 જગત મંદિર ખુલશે અને 05:45 શ્રી ને ઉત્થાપન ભોગ ધરાશે રાત્રે 8:30 કલાકે શયન ભોગ ધરાવ્યા બાદ 8:30 વાગ્યે શયન આરતી કરવામાં આવશે ભક્તોને પણ ભીડ ન કરવા અપીલ કરવામાં આવી છે ખાસ કરીને દસ વર્ષથી નીચેના બાળકોને અને ૬૦ વર્ષથી ઉપરના વૃદ્ધોને ઘરની બહાર ન નીકળવા કે મંદિરમાં ન આવવા જણાવી દેવામાં આવ્યું છે

 

જામનગરમાં કેટલી ધાર્મિક સંસ્થાઓના વડા હોય મંદિર મસ્જિદ બંધ રાખવા નિર્ણય કર્યો છે કેટલા વાગે કેટલા બોલ વર્ષોથી અખંડ રામધૂન ક્યાં બોલે છે તે બાલા હનુમાન મંદિર હવે માત્ર પાંચ ભક્તો જ રામધૂન બોલી શકશે અને મંદિરમાં દર્શન કરવા લોકોને પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે વોરાના હજીરા મા પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે એટલું જ નહીં પણ હવે લોકો તારીખ 31 માર્ચ સુધી આવી શકશે નહીં તેવું જણાવી દેવામાં આવ્યું છે કોરોના વાઈરસને પગલે મોટી હવેલી મા પણ મંગળા આરતી નો સમય ૪૫ થી ૫૦ હતો તેમાં ઘટાડો કરી દેવામાં આવ્યો છે અને હવે વૈષ્ણવો માત્ર પાંચથી સાત મિનિટ જ શ્રીજીના દર્શન કરી શકશે શું હતું મહાપ્રભુજીની બેઠક માં પણ વૈષ્ણવો માટે દર્શન બંધ કરી દેવામાં આવ્યા છે આમ મોટા ભાગના ધાર્મિક સ્થળોએ અવર-જવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે ધાર્મિક સંસ્થાઓના મહંત સહિતના ટ્રસ્ટીઓએ ઉત્સવ અને મેળાવડા ન કરવા ભક્તો ને આગ્રહ ભરી અપીલ કરી છે ગુરુદ્વારા અને સ્વામિનારાયણ મંદિરમાં પણ દર્શન બંધ કરી દેવામાં આવ્યો છે ઉપરાંત કબીર આશ્રમ ખીજડા મંદિર અમદાવાદ સેવા સંસ્થા વોરા નો હજીરો જુમ્મા મસ્જિદ ગુરુદ્વારા ચર્ચ સહિતના ધાર્મિક સ્થળોએ પણ અગમચેતીના પગલાં લઈ લેવામાં આવ્યા છે અને સરકાર ની ગાઈડલાઈન મુજબ ભક્તોએ સહકાર આપવો જોઈએ તેઓ ધાર્મિક સંસ્થાના વડાઓએ અપીલ કરી છે આમ વર્ષો બાદ એટલે કે આઝાદી પછી ક્યારે મંદિર બંધ ન થયા હોય તેવા મંદિરોને પણ કોના ના ભયના પગલે બંધ કરી દેવામાં આવ્યા છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS