કોરોનાકાળમાં કમાણી: 1941 કરોડ આવકવેરાની તિજોરીમાં

  • March 27, 2021 02:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાકાળે આવકવેરા વિભાગને કમાણી કરાવી છે. વર્ષ 2020-21 ના નિર્ધિરિત ટાર્ગેટ કરતા રૂપિયા 201 કરોડ ના વધુ ટેક્સરૂપી ચાંદલો આવકવેરાની તિજોરીમાં ઠલવાયો છે. છેલ્લા ઘણા વર્ષોથી આવકવેરા વિભાગની તિજોરીમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છ કરદાતાઓ તરફથી મહત્વપૂર્ણ યોગદાન ટેક્સ ની આવક માં નોંધાયું છે. સમગ્ર દેશભરમાંથી રાજકોટ રિજીયન નો ટેક્સ કલેકશન માં સુપર રોલ રહ્યો છે. ચાલુ વર્ષ માટે આવકવેરા વિભાગને રૂપિયા 3090 કરોડનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો પરંતુ કોરોના ના લીધે આ ટાર્ગેટ રિવાઈઝ કરીને રૂપિયા 1740 કરોડ નો અપાયેલા ટાર્ગેટ સામે રૂપિયા 1941 કરોડથી આઈ ટી ની તિજોરી છલકાઈ ગઈ છે.

 

 

આ વર્ષે કોરોના ના લીધે આવકવેરા વિભાગની તિજોરીમાં મોટું ગાબડું પડયું છે પણ સૌરાષ્ટ્ર-કચ્છના વેપાર-ઉદ્યોગ આવકવેરા વિભાગ માટે લાભદાયક નીવડ્યા છે અને રાજકોટ આઇટી વિભાગ નો રેવન્યુ જનરેટ કરવાનો કોરોના ના કપરા સમયમાં ગ્રાફ ઉંચો છે. વર્ષ 2019માં પણ સમગ્ર દેશભરમાં રાજકોટ આવકવેરા વિભાગે ટોપટેનમાં બીજું સ્થાન મેળવ્યું હતું ત્યારે વર્ષ 2021 ના લક્ષ્યાંકમાં પણ રૂપિયા 1740 કરોડ ટેકસની વસુલાત સાથે અગ્રીમ હરોળમાં છે અને હજુ માર્ચ મહિનાના છેલ્લા દસ દિવસ પણ બાકી છે ત્યારે હજુ ટેક્સ કલેક્શનની આવકમાં વધારો થાય સંભાવનાઓ છે.

 


આવકવેરા માટે બની હતી અગ્નિ પરીક્ષા
એક તરફ કોરોના ના લીધે સમગ્ર વેપાર જગત માં લોકડાઉન જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી જેના લીધે જેના લીધે નોંધપાત્ર ઘટાડો થાય તેવી સ્થિતિ ઊભી થઈ હતી આ સંજોગોમાં આવકવેરાના અધિકારીઓ માટે પણ આ ટાર્ગેટ અગ્નિ પરીક્ષાથી કંઇ કમ ન હતો. કોરોના પેલા રાજકોટ આઇટી વિભાગને 3090 કરોડ નું લક્ષય આપવામાં આવ્યું હતું ત્યારબાદ રિવાઇઝડ કરીને રૂ.1741 કરોડ અપાયો હતો.

 


નવેમ્બર સુધીમાં 800 કરોડ ટેક્સ ભરાયો હતો
નવ નવ મહિના સૌરાષ્ટ્રનો ઉદ્યોગ જગત સંકટમાં રહ્યો હતો તેમ છતાં નવેમ્બર મહિનામાં એડવાન્સ ટેક્સના ત્રીજા સપ્તાહમાં રૂપિયા 800 કરોડનો ટેક્સ ભરાયો હતો, આ ત્રીજો ઇન્સ્ટોલમેન્ટ આવકવેરા વિભાગની તિજોરી માટે કમાઉ દીકરા સમાન સાબિત થયો હતો. જેમાંથી રાજકોટ આવકવેરા વિભાગે 788 કરોડનું રિફંડ કરદાતાઓને ચૂકવ્યું હતું.


આ વર્ષે સર્ચ કે સર્વેને પણ લાગી હતી બ્રેક
કોરોના ના લીધે તમામ ક્ષેત્રમાં રેવન્યુ જનરેટ થવાનોબચિતાર બદલાઈ ગયો હતો, આવકવેરા વિભાગ દ્વારા કરચોરીને ડામવા માટે સર્ચ કે સર્વે પણ કરવામાં આવતા હોય છે, ફેબ્રુઆરી અને માર્ચ મહિના દરમિયાન ટેકસ વસૂલાત માટે આઇટી વિભાગ મોટા પાયે સર્ચ અને સર્વેની કામગીરી કરતું હોય છે પરંતુ આ વર્ષે કોરોના ના લીધે આ કામગીરીમાં પણ બ્રેક લાગ્યો હતો અને જ્યારે સર્ચ અને સરવે માટે મંજૂરી આપવામાં આવી તે સમયમાં પણ એકાદ-બે સર્વે કરાયા હતા.

 


આ વર્ષે ટોપ ટેન કરદાતાઓની યાદી જાહેર નહીં થાય
રાજકોટ ઈન્કમટેક્સ વિભાગે એક મહત્વપૂર્ણ નિર્ણય લઈને આ વર્ષે ટોપ ટેન કરદાતાઓની યાદી બનાવશે નહિં પરંતુ નવેમ્બર મહિના સુધી જે કંપ્નીઓ એડવાન્સ ટેક્સ ભરવામાં અવ્વલ રહી હતી તે આ મુજબ છે જેમાં ઓરબીટ, એગ્રો, અતુલ, બાલાજી વેફર્સ, ભવાની, ગોપાલ સ્નેક્સ, સિમ્પોલો ગ્રુપ, અજંતા ગ્રુપ, નાગરિક સહકારી બેંક અને આર ડી સી બેન્ક મોખરે રહી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS