ગુજરાતના નાના-મધ્યમ ઉદ્યોગોની આર્થિક હાલત કફોડી, મદદ માટે સરકારને રજૂઆત

  • May 12, 2021 12:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આંશિક લોકડાઉનના કારણે માંગ નથી, ઉત્પાદનમાં ઘટાડો છે, નવા ઓર્ડર મળતા નથી, આર્થિક સ્થિતિમાંથી ઉગારવા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સે મુખ્યમંત્રીને પત્ર લખી સહાય માગીગુજરાતમાં નાના અને મધ્યમકક્ષાના ઉદ્યોગોને આંશિક લોકડાઉનથી ભારે નુકશાન થઇ રહ્યું છે ત્યારે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સે રાજ્ય સરકારને એવી અપીલ કરી છે કે રાજ્યના નાના અને મધ્યમ ઉદ્યોગના સંચાલકોને સરકાર તરફથી આર્થિક રાહત-સહાય આપવી જોઇએ.

 


ગુજરાતના ઉદ્યોગોના બનેલા આ સંગઠને સતત બીજીવાર રાજ્ય સરકારનું ધ્યાન દોર્યું છે. આ ઉદ્યોગોને રાહત સહાય પેકેજની માગણી સાથે કહેવામાં આવ્યું છે કે કોરોના સંક્રમણના સમયમાં નાના અને મધ્યમ ઉદ્યોગોને ખૂબ આર્થિક નુકશાન થયું છે. રાજ્ય સરકારે આદેશ કરીને મીની લોકડાઉન 18મી મે સુધી લંબાવ્યું છે ત્યારે આ ઉદ્યોગને વધુ નુકશાન ન થાય તે જોવા સરકારને અપીલ કરવામાં આવી છે.

 


રાજ્યમાં જીઆઇડીસી તેમજ અન્ય વિસ્તારોમાં આવેલા ઉદ્યોગ-ધંધા અને વ્યાપાર પર મોટી અસર થઇ છે. ચેમ્બર ઓફ કોમર્સે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને માગણી કરી છે કે આ ઉદ્યોગોને ટેક્સમાં પણ રાહત મળવી જોઇએ, કારણ કે ઉત્પાદન અને વ્યાપારને માઠી અસર થઇ છે. હાલ નાના અને મધ્યમ ઉદ્યોગો 50 ટકાની ક્ષમતા પર ચાલી રહ્યાં છે.

 


બીજીતરફ સમયસર પેમેન્ટ નહીં મળતાં કેશ લિકવિડીટી પર અસર થઇ છે. માંગમાં ઘટાડો થતાં માલસામાનના ખરીદાર મળતા નથી. ગેસ વિતરણ કરતી કંપ્નીઓને છ મહિના સુધી બીલો નહીં બનાવવા પણ સરકાર દરમ્યાનગીરી કરી આદેશ આપે તેવી માગણી કરવામાં આવી છે.

 


એટલું જ નહીં છ મહિના સુધીના વીજબીલો પણ આપવામાં આવે નહીં તેવી વિનંતી કરવામાં આવી છે. બીલો ચૂકવવા માટે વ્યાજમુક્ત ચૂકવણી તેમજ 60 દિવસની સમય મયર્દિા પણ માગવામાં આવી છે. ગયા વર્ષે જ્યારે કોરોના સમયમાં લોકડાઉનની સ્થિતિમાં સરકારે ઉદ્યોગો માટે જેવા પેકેજ જાહેર કયર્િ હતા તેવા પેકેજની માગણી વ્યાપારીઓ તેમજ નાના અને મધ્યમ ઉદ્યોગ સંચાલકો કરી રહ્યાં છે ત્યારે તેમની વેદના સરકાર સુધી પહોંચાડવાનું કામ ચેમ્બર ઓફ કોમર્સે કર્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS