આર્થિક રિકવરી શિથીલ રહેશે અર્થશાસ્ત્રીઓની ચેતવણી, મહેસુલી ખર્ચમાં ઘટાડો થયો છે

  • August 06, 2021 03:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશના અર્થતંત્રની સામે હજુ પણ અનેક પડકારો છે અને અર્થશાસ્ત્રીઓએ એવી ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં પણ આર્થિક રિકવરી માં શિથિલતા જોવા મળી શકે છે અને તેની પાછળ અનેક કારણો છે.

 

નાણાકીય વર્ષ 2021- 22ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કેન્દ્ર સરકારના કેપિટલ ખર્ચમાં બે ટકાનો જોરદાર વધારો થયો છે પરંતુ મહેસુલી ખર્ચમાં ઘટાડો થયો છે અને આર્થિક રિકવરીની આડે અવરોધો ઊભા થવાની પૂરેપૂરી શક્યતા છે.

 

અર્થશાસ્ત્રીઓ ની દલીલ એવી છે કે અર્થતંત્રમાં માંગને વધારવા માટે મહેસુલી ખર્ચ માં વધારો કરવો પડે છે અને તેની મહત્વની ભૂમિકા હોય છે. પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન તેમાં 2.4 ટકાનો ઘટાડો નોંધાયો છે અને ગ્રામીણ ખર્ચમાં સૌથી વધુ ઘટાડો થયો છે.

 

એપ્રિલ માસમાં પાછલા વર્ષની તુલનાએ 35.6 ટકાના સંકોચન બાદ કેન્દ્ર સરકાર દ્વારા મહેસુલી ખર્ચ માં મે માસમાં 32.4 ટકાનો વધારો કર્યો હતો અને જૂન માસમાં 8.9 ટકાનો વધારો કર્યો હતો. અર્થતંત્રમાં માગ વધારવાની આવશ્યકતા હોય છે અને તેના માટે મહેસુલી ખર્ચ વધારે વપરાય છે પરંતુ સરકારે ઘટાડી દીધો છે ત્યારે અર્થતંત્રમાં રિકવરીની અવરોધો ઊભા થવાની પુરેપુરી સંભાવના દેખાઈ રહી છે.

 

મહેસુલી ખર્ચમાં ઘટાડો પાછલા વર્ષ થી અત્યાર સુધીના ૩૪ ટકા જેટલો ઘટી ગયો છે અને તેની સીધી જ અસર આર્થિક રિકવરી પર થઈ ગઈ છે અને કેન્દ્ર સરકાર આ દિશામાં સુધારો કરવો પડશે અને ત્યારબાદ જ આર્થિક રિકવરી ની ગતિ વધવાની આશા છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS