શિક્ષણ મંત્રી  ભુપેન્દ્રસિંહચુડાસમાના માતાનું દુઃખદ અવસાન, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી રૂપાણીએ પરીવારને પાઠવી સાંત્વના

  • March 10, 2021 08:01 PM 

 
શિક્ષણ મંત્રી   ભુપેન્દ્રસિંહચુડાસમાના માતૃ  કમલાબા મનુભા ચુડાસમાનું આજે બપોરે ૯૪ વર્ષની વયે દુખદ અવસાન થયું છે. સ્વર્ગસ્થ કમલાબા આજે મૃત્યુના બે મહિના પહેલા મોતીકામ, ભરતકામ જેવી પ્રવૃત્તિ સાથે સક્રિય રહ્યા હતા. સ્વ.કમલાબાએ ચક્ષુદાન પણ કરાવ્યું હતું. 

 

 

આજે સ્વ.કમલાબાના અવસાનના સમાચાર બાદ કેન્દ્રીય ગૃહ મંત્રી   અમિતભાઇ શાહ, કેન્દ્રીય રાજ્યમંત્રી   પરસોત્તમભાઈ રૂપાલા, કથાકાર પૂજ્ય   મોરારિ બાપુએ   ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને ફોન કરીને તેમના પરિવારને સાંત્વના પાઠવી હતી.  

 

 

રાજ્યપાલ   આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી   નીતિનભાઈ પટેલે પણ આજે   ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના નિવાસસ્થાને જઈને સૌ પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.  

 

 

ગાંધીનગર ખાતે સ્વર્ગસ્થ  કમલાબા ચુડાસમાની અંતિમયાત્રામાં વિશેષ કરીને કાલુપુર   સ્વામિનારાયણ મંદિરનાઆચાર્ય મહારાજ   કૌશલેન્દ્ર પ્રસાદજી ઉપરાંત અનેક મહાનુભાવો તથા આપ્તજનોએ જોડાઈને સ્વર્ગસ્થ ને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS