શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ, યુ. એન. હોસ્પીટલમાં કરાયા દાખલ

  • April 08, 2021 12:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા ફફડાટ ફેલાયો છે. કોરોના ફરીથી તેનો કહેર વર્તાવી રહ્યો છે અને દિવસેને દિવસે કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે હવે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેને યુ. એન. હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

કોરોનાની બીજી લહેરની શરૂઆત સમગ્ર દેશમાં ખુબ ભયાનક રીતે થઇ છે, તો એક્ટિવ કેસનો આંકડો પણ ખુબ ઉંચો છે. પરંતુ ત્યારબાદ સ્થિતિ વણસણતા મહાનગરોમાં અમદાવાદ અને સુરતની સ્થિતિ વધુ કફોડી છે. ગણતરીના દિવસો પહેલા સમગ્ર રાજ્યમાં જેટલા કેસ નોઁધાતા હતા તેટલા કેસ આજે માત્ર અમદાવાદમાં નોંધાયા છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application