આકાશવાણી કેન્દ્રના પાંચ કર્મચારી અને તેમના પરિવારોના 13 સહિત 18ને કોરોના

  • March 24, 2021 05:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં કોરોનાનો કહેર: કેસની કુલ સંખ્યા 18000 નજીક ગઈકાલે 117 કેસ મળ્યા બાદ આજે બપોર સુધીમાં વધુ 55 કેસ

 


રાજકોટ શહેર વિસ્તારમાં કોરોના કહેર મચાવી રહ્યો છે. ગઈકાલે 117 કેસ મળ્યા બાદ આજે બપોર સુધીમાં વધુ 55 કેસ મળ્યા છે અને આ સાથે રાજકોટ શહેરમાં હાલ સુધીના કોરોનાના કેસની કુલ સંખ્યા 17,895એ પહોંચી ગઈ છે. રાજકોટ આકાશવાણી કેન્દ્રના પાંચ કર્મચારીઓ અને તેમના પરિવારોના 13 સહિત કુલ 18 વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યો હોવાનું બહાર આવ્યુ છે. આજે બપોર સુધીમાં મળેલા 55 કેસો માં આ 18 કેસ પણ સમાવિષ્ટ છે.

 


મહાપાલિકાએ આજે બપોરે જાહેર કરેલા કોવિડ બૂલેટિન અનુસાર ગઈકાલે 3,472 નાગરિકોના કોરોના ટેસ્ટ કરતાં તેમાંથી 117 પોઝિટિવ આવ્યા હતા. આજે બપોર સુધીમાં વધુ 55 પોઝિટિવ કેસ મળ્યા છે. આ સાથે કેસની કુલ સંખ્યા 17,895 થઈ છે. આજ સુધીમાં 17,150 દર્દીઓ સાજા થતા તેમને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે અને રિકવરી રેઈટ 96.93 ટકા રહ્યો છે. જ્યારે હાલ સુધીમાં 6,43,414 નાગરિકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાં પોઝિટિવિટી રેઈટ 2.77 ટકા રહ્યો છે.

 

 


રાજકોટ શહેરમાં દિવસેને દિવસે કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી દરરોજ 100થી વધુ કેસ મળી રહ્યા છે ત્યારે માર્ચ મહિનામાં કોરોનાનો ત્રીજો રાઉન્ડ શ થયો હોય તેવું જણાઈ રહ્યું છે. સૌપ્રથમ સપ્ટેમ્બર 2020માં કોરોના ટોપ પર પહોંચ્યો હતો ત્યારબાદ શિયાળામાં ડિસેમ્બર મહિનામાં કોરોનાનો બીજો રાઉન્ડ આવ્યો હતો અને તાજેતરમાં  મહાપાલિકાની ચૂંટણીઓ બાદ માર્ચ મહિનામાં ત્રીજો રાઉન્ડ શ થયો છે. શહેરીજનો કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે જાગૃત રહે તે ખુબ જરી છે. કોઈપણ નાગરિકને તાવ, શરદી, ઉધરસ, ગળુ પકડાવું, શ્ર્વાસ રુંધાવો, થાક કે નબળાઈ લાગવી તેમજ સ્વાદ કે સુગંધનો અનુભવ ન થવો જેવા કોરોનાના લક્ષણો પૈકી એક પણ લક્ષણ જણાતું હોય તો પોતાનો તેમજ પોતાના પરિવારજનોનો તાત્કાલીક અસરથી કોરોના ટેસ્ટ કરાવે તે ખુબ જરી છે.

 

 

આ ઉપરાંત માસ્ક સતત પહેરી રાખવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું તેમજ સાબુ કે સેનેટાઈઝરથી હાથ ધોતા રહેવા ખુબ જરી છે તો જ કોરોના વાયરસના સંક્રમણથી બચી શકાય તેમ છે. શકય હોય ત્યાં સુધી ઘર બહાર જવાનું ટાળવું જોઈએ અને ખાસ કરીને ધાર્મિક-સામાજિક કે અન્ય કોઈપણ પ્રકારના મેળાવડાઓમાં ભાગ લેવો ન જોઈએ. રાજકોટ મહાપાલિકાના તમામ આરોગ્ય કેન્દ્રોમાં વિનામૂલ્યે કોરોના ટેસ્ટની સુવિધા ઉપલબ્ધ છે. ટેસ્ટ જેટલો વહેલો કરાવવામાં આવશે તેટલી જ સારવાર સફળ રહેશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS