પ્રચાર રેલીઓ રદ કરવાની ચૂંટણીપંચની ધમકી

  • April 10, 2021 08:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના ગાઈડલાઈન નું સખત પાલન કરવાની રાજકીય પક્ષોને પંચ ની આખરી વોર્નિંગચૂંટણીપંચ દ્વારા તમામ રાજકીય પાર્ટીઓને ચૂંટણીના પ્રચાર દરમિયાન કોરોનાવાયરસ અંગેના તમામ નિયમોનું બરાબર પાલન કરવામાં આવતું નથી તે વાતની નોંધ લઇને ચેતવણી આપવામાં આવી છે કે જો હવે બેદરકારી જોવા મળશે તો પ્રચારની રેલીઓ રદ કરવાની ફરજ પડશે.

 


કોરોનાવાયરસ ના નવા કેસ માં ભયંકર વધારો દરરોજ થઈ રહ્યા છે ત્યારે ચૂંટણી પંચે પ્રચાર દરમિયાન માસ્ક ના નિયમોનું બરાબર પાલન કરવા તેમજ સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું બરાબર પાલન કરવાની રાજકીય પક્ષોને ખાસ તાકીદ કરી છે અને હવે છેલ્લી વોર્નિંગ આપવામાં આવી છે.

 


ચૂંટણીપંચ દ્વારા પ્રચાર યુદ્ધ દરમિયાન કેટલાક સ્ટાર પ્રચારકો દ્વારા પણ નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાની નોંધ લેવામાં આવી છે સિનિયર નેતાઓ દ્વારા પણ નિયમોનું ઉલ્લંઘન થઇ રહ્યું છે ત્યારે ચૂંટણી પંચે નારાજી વ્યક્ત કરી છે.

 


ચૂંટણી પંચે ગઈકાલે જ તમામ રાજ્ય અને રાષ્ટ્રીય પક્ષીઓ ને લેખિતમાં કેટલીક સૂચનાઓ આપી છે અને એવો ઉલ્લેખ કર્યો છે કે કોરોના ને રોકવા માટે નિયમો ઘડવામાં આવ્યા છે અને જો તેનું ઉલ્લંઘન કરવામાં આવશે તો ચૂંટણી પંચ ગંભીર વિચાર કરવા મજબૂર બનશે અને રેલીયો પર પ્રતિબંધ પણ લગાવી શકે છે.

 


દેશના તમામ માન્યતાપ્રાપ્ત રાજકીય પક્ષના નેતાઓને ચૂંટણીપંચ દ્વારા લેખિતમાં વોર્નિંગ આપવામાં આવી છે. હજુ પ્રચાર યુદ્ધ લાંબુ ચાલવાનું છે ત્યારે તમામ રાજકીય પક્ષોએ હવે કોરોના ગાઈડલાઈન નું ગંભીરતાથી પાલન કરવું પડશે નહીંતર ચૂંટણી પંચ આકરામાં આકરા પગલાં લઈ શકે છે અને પ્રચાર માટે ની રેલીઓના તમાશા બંધ પણ કરાવી શકે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS