અમરેલી, બગસરા, બાબરા, દામનગર અને સાવરકુંડલા પાલિકામાં પ્રમુખ, ઉપપ્રમુખની વરણી

  • March 16, 2021 12:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલમાં જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ગુજરાત રાજ્યમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં ભાજપને જવલંત વિજય મળતા પ્રદેશ ભાજપની સૂચના અનુસાર અમરેલી જિલ્લાની પાંચ નગરપાલિકાઓમાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી, ચેરમેન, પક્ષના નેતા અને દંડકની નિમણૂક કરવામાં આવી હતી જે નિચે મુજબ છે.


બગસરા: ઈન્દુભાઈ ભીખુભાઈ ખીમસુરિયા-પ્રમુખ રાજુભા, મેરામભા, ગીડા-ઉપપ્રમુખ, મહેન્દ્રભાઈ કાનજીભાઈ પરમાર-પક્ષના નેતા, કમલેશભાઈ બાબુભાઈ જોષી-દંડ
અમરેલી: મનિષાબેન સંજયભાઈ રામાણી-પ્રમુખ, રમાબેન નરેશભાઈ મહેતા-ઉપપ્રમુખ, સુરેશભાઈ લખુભાઈ શેખવા-કા.ચેરમેન, બીનાબેન સંજયભાઈ વણજારા-પક્ષના નેતા, ચિરાગભાઈ મનુભાઈ ચાવડા-દંડક
બાબરા: રેખાબેન લલિતભાઈ આંબલિયા-પ્રમુખ, આશાબેન વસંતભાઈ તેરૈયા-ઉપપ્રમુખ, કમળાબેન ભુપતભાઈ મકવાણા-કા.ચેરમેન, ખોડાભાઈ ભખુભાઈ મકવાણા-પક્ષના નેતા, નરેશભાઈ લખમણભાઈ મા‚-દંડક
દામનગર: ચાંદનીબેન પ્રિતેશભાઈ નારોલ-પ્રમુખ, ગોબરભાઈ નાનજીભાઈ નારોલ-ઉપપ્રમુખ, ધ્રુવભાઈ દલપતરાય ભટ્ટ-કા.ચેરમેન, ખીમાભાઈ દાનાભાઈ કસોટિયા-પક્ષના નેતા, આશાબેન ભાવેશકુમાર ખખ્ખર-દંડક
સાવરકુંલા: તૃપ્તિબેન રાજુભાઈ દોશી-પ્રમુખ, જયસુખભાઈ નનુભાઈ નાકરાણી-ઉપપ્રમુખ, ગોવિંદભાઈ હીરજીભાઈ પરમાર-કા.ચેરમેન, મેહુલભાઈ ખોડિદાસભાઈ ત્રિવેદી-પક્ષના નેતા, મંજુલાબેન ખોડિદાસભાઈ ચિત્રોડા-દંડક તરીકે વરણી કરવામાં આવી છે.
અમરેલી જિલ્લાની પાંચ નગરપાલિકાઓની ચૂંટણીમાં ભાજપનો જલંવત વિજય થયેલ હતો પાંચેય નગરપાલિકાઓનાં પ્રમુખ-ઉપપ્રમુખ બિન હરિફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવેલ હતા. ચાર પાલિકામાં મહિલા અને એક પાલિકામાં પુરુષ પ્રમુખ ચૂંટાયેલા હતા. જયારે બે પાલિકામાં મહિલા અને ત્રણ પાલિકામાં પુરુષ ઉપપ્રમુખની પસંદગી કરવામાં આવેલ હતી. ગ્રેજ્યુએટ, ડીગ્રી હોલ્ડરને પ્રમુખપદ સોંપવાના બદલે ધાલેરણ આઠ અને બાર પાસને પ્રમુખપદ સોંપી દેવામાં આવેલ હતું જો કે મહિલા પ્રમુખે મહોરા પમુખ હોવાની ચર્ચા ઉઠેલ હતી.
પ્રાપ્ત વિગત મુજબ અમરેલી જિલ્લાની પાંચ નગરપાલિકાઓની ચૂંટણીના પરિણામ રજી માર્ચના રોજ જાહેર થયેલ હતા. જેમાં પાંચેય પાલિકામાં ભાજપનો કેસરિયો લહેરાયેલ હતો. પાંચેય પાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીનાં એજન્ડા કલેકટરે પ્રસિધ્ધ કરેલ હતા જેમાં આજરોજ સવારે ૧૧ કલાકે ચૂંટણી યોજવાનું જણાવવામાં આવેલ હતું.


અમરેલી પાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી દિલીપ સંઘાણી ટાઉન હોલ ખાતે પ્રાપ્ત અધિકારી સી.કે.ઉંધાડના અધ્યક્ષસ્થાને ભાજપનાં તમામ સદસ્યોને પક્ષનાં મેન્ડેટનો ચૂંટાયેલા ભાજપના તમામ સદસ્યોને વ્હીપ આપવામાં આવેલ હતો. મેન્ડેટ મુજબ પ્રમુખ તરીકે મનિષાબેન સંજયભાઈ (ચંદુ) રામાણી અને ઉપપ્રમુખ તરીકે રમાબેન નરેશભાઈ મહેતાને બિન હરીફ જાહેર કરવામાં આવેલ હતા. આમાં પ્રમુખ ધોરણે બાર અને ઉપપ્રમુખ ધોરણે આઠ પાસ છે. અમરેલી પાલિકામાં વેલ એજ્યુકેટેડ ડિગ્રી હોલ્ડર મહિલા સદસ્ય ચૂંટાયેલા હોવા છતાં પણ રાજકારણમાં અભ્યાસની કોઈ વેલ્યુ ન હોવાનું પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં જોવા મળેલ હતું.


અમરેલી પાલિકામાં ભાજપ સતાના સૂત્રો સંભાળેલ હતા. આ તકે શહેર ભાજપ પ્રમુખ તુષાર જોષી અને ચૂંટણી ઈન્ચાર્જ મુકેશ સંઘાણીએ શહેરના પડતર પ્રશ્ર્નોને ઉકેલવા તેમજ શહેરમાં દરરોજ પાણી મળી રહે રોડ-રસ્તા, સ્વચ્છતા અને સ્ટ્રીટ લાટ ઉપર ભાર મુકેલ હતો. પાલિકાનાં અધિકારીઓ કર્મચારીઓ શહેરની સમસ્યાઓનો ઝડપથી અને સહજતાથી નિકાલ લાવે તેવી તાકિદ કરવામાં આવેલ હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS