ધોરાજી તા.પં.માં ઉપપ્રમુખની વરણી

  • March 19, 2021 10:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધોરાજી તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી ડેપ્યુટી કલેકટર ગૌતમ મિયાણી મામલતદાર કિશોર જોલાપરા તાલુકા વિકાસ અધિકારી જાડેજા ની હાજરીમાં ચૂંટણી યોજાઈ હતી ચૂંટણી કાર્યવાહીમાં ભાજપ પાસે ૯ સભ્યો સાથે બહુમતી હતી જ્યારે કોંગ્રેસ પાસે સાત સભ્યો હતા છતાં કોંગ્રેસના સભ્યો એ ઉમેદવારી ફોર્મ ભરી ચૂંટણી બિનહરીફ થવા ન દીધી હતી. 


ભાજપમાંથી નીતાબેન રસિકભાઈ ચાવડા એ પ્રમુખ તરીકે ફોર્મ ભર્યું હતું તેમજ ઉપપ્રમુખ તરીકે અશ્વિન ભાઈ છગન ભાઈ સેરઠીયા એ ભાજપમાંથી ફોર્મ ભર્યું હતું જ્યારે કોંગ્રેસમાંથી પ્રમુખ તરીકે ગોવાણી હેતલબેન અલ્પેશભાઈ એ ઉમેદવારી નોંધાવી હતી તેમજ ઉપપ્રમુખ તરીકે મુછડીયા સરોજબેન અરવિંદભાઈ એ ઉમેદવારી નોંધાવી હતી. બાદ આંગળી ઊંચી કરીને મતદાન કરતા ભાજપ તરફે બંનેને નવ નવ મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના બંને ઉમેદવારોને સાત સાત મત મળ્યા હતા જેથી કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા ના ગઢ ગણાતા તાલુકા પંચાયતમાં કારમો પરાજય થયો હતો અને ભાજપનો વર્ષોબાદ ભગવો લહેરાવ્યો હતો આ સમયે તાલુકા પંચાયત કચેરી વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. આ તકે પોરબંદરના પૂર્વ સાંસદ હરિભાઈ પટેલે જણાવેલ કે આજરોજ ધોરાજી ઉપલેટા તાલુકા પંચાયતની બંને જગ્યાએ ચૂંટણી હતી જેમાં બંને જગ્યાએ ભારતીય જનતા પાર્ટી નું શાસન આવ્યું છે જેમાં કોંગ્રેસનો કારમો પરાજય થયો છે જેથી ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ભાજપની સરકારે તાલુકા પંચાયત ની અંદર વિકાસના દ્વાર ખુલ્લા મુક્યા છે ત્યારે આ વિસ્તારનો વિકાસ થશે


ધોરાજી તાલુકા પંચાયત કચેરી ખાતે વિજય ઉત્સવમાં પોરબંદરના પૂર્વ સાંસદ હરિભાઇ પટેલ પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઇ માંકડીયા ભારતીય જનતા પાર્ટીના  રાજકોટ જિલ્લા મંત્રી હરસુખ ભાઈ ટોપિયા રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ  રાજકોટ જિલ્લા પંચાયતના સદસ્ય વિરલ પનારા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સુભાષભાઈ માકડીયા ભાજપના અગ્રણી દિલીપભાઈ ચાવડા હડમતીયા ના સરપંચ રસિકભાઈ ચાવડા ધોરાજી શહેર ભાજપ કાર્યાલય મંત્રી  વિઠ્ઠલભાઈ હિરપરા આહિર સમાજના અગ્રણી લક્ષ્મણભાઈ વસરા હિરેનભાઈ વસરા ધોરાજી તાલુકા ભાજપ પ્રમુખ રમેશભાઇ મકાતી મહામંત્રી રાજુભાઈ ડાંગર મહામંત્રી જનકસિંહ જાડેજા મનીષભાઈ કંડોલીયા મનસુખ ભાજપ મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા પંચાયત કચેરી ખાતે ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા કથળે નહીં તે બાબતે ધોરાજીના પોલીસ ઈન્સપેક્ટર હુકુમતસિંહ જાડેજા પીએસઆઇ નયનાબેન કદાવલા રમેશભાઈ બોદર રવજીભાઈ હાપલીયા વિગેરે પોલીસ સ્ટાફ સઘન પોલીસ બંદોબસ્ત જાળવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS