રાજકોટ એસટી ડિવિઝનમાં 150ને કોરોના: 250 રૂટ રદ

  • April 28, 2021 03:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ, ગોંડલ, મોરબી, જસદણ, વાંકાનેર, ચોટીલા, ધ્રાંગધ્રા, લીંબડી અને સુરેન્દ્રનગર ડેપોનો સ્ટાફ સંક્રમિત

 


ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના રાજકોટ એસટી ડિવિઝન હેઠળના વિવિધ નવ ડેપોમાં ડ્રાઈવર્સ અને કંડકટર્સ સહિત 150 કર્મચારીઓ કોરોનાગ્રસ્ત બનતા તેમજ હવે મુસાફરોની સંખ્યામાં પણ પચાસ ટકા જેવો જબરો ઘટાડો થઈ ગયો હોય આજે 250 બસ ટની 500 ટ્રીપ રદ કરવામાં આવી હતી જેમાં મુખ્યત્વે ગ્રામ્ય વિસ્તારો અને તાલુકા મથકોના બસ ટ સમાવિષ્ટ હોવાનું જાણવા મળે છે. રાજકોટ એસટી ડિવિઝન કચેરીના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ, ગોંડલ, મોરબી, જસદણ, વાંકાનેર, ચોટીલા, ધ્રાંગધ્રા, લીંબડી અને સુરેન્દ્રનગર સહિતના ડિવિઝનના 9 ડેપોમાં ડ્રાઈવર્સ, કંડકટર્સ, મિકેનિક તેમજ અન્ય વહીવટી સ્ટાફ સહિત આજે સવારની સ્થિતિએ કુલ 150 કર્મચારીઓ કોરોના સંક્રમિત બન્યા છે.

 


સૂત્રોએ ઉમેર્યુ હતું કે, ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ તાલુકા કક્ષાના શહેરોમાં સ્વૈચ્છિક લોકડાઉન હોય મુસાફરોની સંખ્યા સતત ઘટી રહી છે. સામાન્ય દિવસોમાં ડિવિઝનની દૈનિક આવક ા.45 લાખ હોય છે જે હાલ ઘટીને ા.12 લાખ થઈ ગઈ છે. તદ ઉપરાંત રાજકોટ ડિવિઝનના કુલ 2800 કર્મચારીઓમાંથી 150 કોરોનાગ્રસ્ત છે જેમાં ડ્રાઈવર-કંડકટરની સંખ્યા સૌથી વધુ છે. રાજકોટ બસપોર્ટમાં ગઈકાલે 145 મુસાફરોનો ટેસ્ટ કરતા તેમાંથી 24 પોઝિટિવ આવ્યા હતા.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS