આ વર્ષે વધુ એન્જોય કરીશ: IPLમાં ધમાલ મચાવવા તૈયાર છે ડિવિલિયર્સ

  • April 09, 2021 09:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આઇપીએલ 2021ની શરૂઆત આજથી થશે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો બેસ્ટમેન એબી ડિવિલિયર્સ ફરી એક વખત આઇપીએલમાં ધમાલ મચાવવા માટે તૈયાર છે. તેણે કહ્યું કે, તે આઇપીએલ 2021ને લઇને ઘણો ઉત્સુક છે. 37 વર્ષની ઉંમરમાં પણ તે યુવા ખેલાડી જેવું ફીલ કરી રહ્યો છે. એબી ડિવિલિયર્સે ત્રણ વર્ષ પહેલાં ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઇને બધાને ચોંકાવી દીધા હતા.

 


પ્રેક્ટિસ કયર્િ બાદ તેણે કહ્યું કે, 37 વર્ષની ઉંમરે પણ યુવા જેવું ફીલ કરી રહ્યો છું. આઇપીએલ માટે તૈયાર છું. મેં મારો સમય સારા ટ્રેનિંગ સેશન, ફિટનેસ અને જિમમાં વિતાવ્યો છે. અમે ગયા અઠવાડિયે ઘણો સમય રૂમમાં વિતાવ્યો અને તે પહેલાં યાત્રા કરી રહ્યાં હતાં. આજે રાત્રે અમે ખૂબ મજા કરી અને હું બોલને સારી રીતે રમી રહ્યો હતો. ત્યારે 100 ટકા નહીં, પરંતુ કાલે હું વધુ સારી રીતે વાપસી કરીશ.

 


તેણે કહ્યું કે, અહીં હોવું તે ઘણું સુખદ છે. હું આરસીબીના ખેલાડીઓ સાથે વધુ એક આઇપીએલ રમવા માટે ઘણો ઉત્સાહી છું. હું આ વર્ષે ખૂબ મજા કરવાનો છું. છેલ્લા છ અઠવાડિયામાં મારી પાસે ઘણા સેશન હતા. ઘણા આઉટડોર અને ઇનડોર. હું શોટ્સ પર કામ કરવા માટે ઇનડોરમાં જતો અને ફરવાનું મન કરતું તો એક કલાક બહાર આઉટડોરમાં જતો હતો. ઉલ્લેખનીય છે કે, આરસીબી પોતાની પ્રથમ મેચ 9 એપ્રિલે મુંબઇ ઇન્ડિયન્સ વિરુદ્ધ રમશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS