રાજ્યમાં 1867 સંસ્થામાં કોવીડના 91924 બેડ ઉપલબ્ધ:ગુજરાત સરકાર

  • April 27, 2021 09:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે હાઇકોર્ટમા સુઓમોટો પર ઓનલાઇન સુનાવણી
છેલ્લા 10 દિવસમા ઓક્સિજનની માંગ બમણી

 ગુજરાત રાજ્યમાં કોરોનાની સારવાર ને લઈને હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી એફિડેવિટમાં રાજ્ય સરકાર દ્વારા પ્રથમ વખત સ્વીકાર કરવામાં આવ્યો છે ,કે રાજ્યની હોસ્પિટલમા કોરોનાના52036 દર્દીઓ અત્યારે ઓક્સિજન ઉપર છે. આ દર્દીઓમાં વેન્ટિલેટર પર હોય તેવા દર્દીઓ નો સમાવેશ થાય છે આ આંકડામાં હોમ કોરનટાઈન થયેલ દર્દીઓને સામેલ કરવામાં આવ્યા નહીં હોવાનું સરકારે જણાવ્યું છે. કોરોના ની સ્થિતિ ને લઈને હાઇકોર્ટમાં સુઓમોટો અરજી પર આજે ઓનલાઈન સુનાવણી હાથ ધરવામાં આવશે.

 

 


રાજ્યમાં ઓક્સિજનના વપરાશમાં દરરોજ 8થી 9 ટકાનો વધારો થઈ રહ્યો છે.  છેલ્લાં 10થી 12 દિવસમાં ઓક્સિજન માંગ બમણી થઇ ચૂકી છે તેવું રાજ્ય સરકાર દ્વારા કોર્ટ સમક્ષ કબુલવામાં આવ્યું છે. રાજ્ય સરકારે તેના જવાબમાં જણાવ્યું છે કે તો ગત તારીખ 15 માર્ચે રાજ્યમાં મેડિકલ ઓક્સિજન વપરાશ 58 ટન હતો જે વધીને 1લી એપ્રિલ 155 ટન થઈ ગયો છે. ઓક્સિજન ના જથ્થાને લઈને રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સમક્ષ રજૂઆત પણ કરવામાં આવી હોવાનું એફિડેવિટમાં રાજ્ય સરકારે જણાવ્યું છે. વધુમાં કોવીડના પેશન્ટ માટે રાજ્ય સરકારની 1867 હોસ્પિટલમાં 91,924 બેડ ઉપલબ્ધ છે.

 

 


રાજ્ય સરકારે રેમડેસિવિર ઇન્જેક્શનની સ્થિતિને લઈને જણાવ્યું છે કે 1લી એપ્રિલ બાદ રાજ્ય સરકારને ઇન્જેકશનના સોળિમેલ ના કુલ 5,17,501 35 વાયલ મળ્યા હતા અને 1લી એપ્રિલ બાદ સરકારે ઇન્જેક્શનો 10,39,000 નો ઓર્ડર આપ્યો છે.આ માટે  જિલ્લાસ્તરે હોસ્પિટલો પાસે ઇન્જેક્શન ની જરૂરિયાત મેળવવામાં આવે છે. તે મુજબ સ્ટોક નું વિતરણ કરવામાં આવતું હોવાનું કોર્ટમાં જણાવ્યું .


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS