કોરોનાથી સ્વસ્થ થયા બાદ પણ મોતનું જોખમ મહિનાઓ સુધી રહે છે, નિષ્ણાંતોનો દાવો

  • May 01, 2021 06:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાના હળવા લક્ષણો ધરાવતા દર્દીઓ હોમ આઈસોલેશનમાં સરળતાથી સ્વસ્થ થઈ જાય છે. તેમાંથી કેટલાક લોકોને કોરોનાના લક્ષણ લાંબા સમય સુધી રહે છે જ્યારે કેટલાક પર સ્વસ્થ થયા બાદ પણ મોતનું જોખણ તોળાતું રહે છે. આ તારણ નેચર નામે થયેલી સ્ટડીમાં કહેવામાં આવી છે. આ સિવાય એમ પણ કહેવામાં આવ્યું છે કે પહેલા કોરોનાના હળવા લક્ષણો હોય તેવા દર્દીમાં થોડા મહિના બાદ નવા લક્ષણો જોવા પણ મળી શકે છે. 

 

 

આ સ્ટડી માટે શોધકર્તાઓએ ડેટાબેઝમાંથી 87,000થી વધુ કોરોનાના દર્દી અને અંદાજે 50 લાખ સામાન્ય દર્દીની તપાસ કરી હતી. આ સંશોધન બાદ જાણવા મળ્યું કે કોરોનાથી સંક્રમિત ન થયા હોય તેની સરખામણીમાં કોરોનાના દર્દીઓમાં સંક્રમણ બાદ 6 મહિના સુધી મોત થવાનું જોખમ 59 ટકાથી પણ વધુ હતું.

 

 

સ્ટડીના પરીણામોમાં જાણવા મળ્યું કે 6 મહિનામાં દર 1000માંથી લગભગ 8 દર્દીનું મોત લાંબા સમય સુધી રહેતા કોરોનાના લક્ષણોના કારણે થઈ જાય છે અને એટલે જ આ મોતને કોરોનાથી થતા મોત સાથે જોડવામાં નથી આવતું. શોધકર્તાઓના જણાવ્યાનુસાર 6 મહિનામાં દર 1000 દર્દીમાંથી 29થી વધુ એવા મૃત્યુ હતા જેમાંથી દર્દી 1 મહિનાથી વધુ સમય માટે હોસ્પિટલમાં રહ્યા હોય.

 

 

સ્ટડી અનુસાર જે લોકોમાં કોરોનાના લક્ષણ લાંબા સમય સુધી રહે છે તેમને શ્વાસ લેવામાં સમસ્યા, સ્ટ્રોક, ડિપ્રેશન, ડાયાબિટીસ, હૃદય સંબંધિત સમસ્યા, કિડનીની બીમારી, પાચનશક્તિ ખરાબ, બ્લડ ક્લોટ, થાક લાગવો જેવી તકલીફો થાય છે. 

 

 

 
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS