આંશિક લોકડાઉન 31 મે સુધી લંબાવો: આઈએમએનો મુખ્યમંત્રીને પત્ર

  • May 19, 2021 10:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોવિડ-19ની સ્થિતિ ઘણી મહેનત બાદ નિયંત્રણમાં આવી છે તેથી સાવધાની જરૂરી

 ઈન્ડિયન મેડિકલ અસોસિસએશન , ગુજરાત ચેપ્ટરએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે અને જણાવ્યું છે કે, કોવિડ-19ની સ્થિતિ ઘણી મહેનત અને તણાવ બાદ નિયંત્રણમાં આવી છે. પત્રમાં મુખ્યંત્રીને વિનંતી કરવામાં આવી છે કે, ફરીથી કોવિડ-19ને પ્રસરતો અટકાવવા માટે 36 શહેરોમાં નાઈટ કર્ફ્યૂ અને બિન-જરૂરિયાતની વસ્તુઓની દુકાનો બંધ રાખવા જેવા નિયંત્રણો સહિત આંશિક લોકડાઉન 31 મે સુધી લંબાવવું જોઈએ.

 


રાજ્ય સરકારે 36 શહેરોમાં આંશિક લોકડાઉન શુક્રવાર સુધી લંબાવ્યું છે અને વાવાઝોડાની સ્થિતિ નિયંત્રણમાં આવ્યા બાદ બિન-જરૂરી ધંધાઓ ખોલવા કે કેમ તે અંગેનો નિર્ણય લેશે તેવી શક્યતા છે.

 


આઈએમએ ગુજરાતના પદાધિકારીઓ ડો. કમલેશ સૈનાની અને ડો. મહેન્દ્ર પટેલે પત્રમાં રજૂઆત કરી છે કે, છેલ્લા કેટલાક અઠવાડિયાથી ગુજરાતમાં કોવિડ-19ની બીજી લહેરની એન્ટ્રી બાદ કેટલાક દિવસથી કોવિડના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે.

 


’રાજ્ય સરકારે સમયસર આંશિક લોકડાઉન લાદી દેતા આ શક્ય બન્યું હતું. જેમાં તમામ બિન-જરૂરી સેવા બંધ રાખવામાં આવી છે અને ઘર બહાર નીકળતા લોકોની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. જેના પરિણામરુપે કોરોનાના કેસ ઘટ્યા છે’, તેમ પત્રમાં કહેવામાં આવ્યું છે.

 


પદાધિકારીઓએ ચેતવણી આપી કે, ભૂતકાળના અનુભવ મુજબ, આગામી થોડાક દિવસોમાં આંશિક લોકડાઉનમાં રાહત આપવી અથવા હટાવી લેવું તે ભૂલ ગણાશે. ’જો આમ કરવામાં આવશે તો જે કેસ ઓછા થયા છે તે ફરી વધી જશે. આ સિવાય લોકોના જીવન ગુમાવ્યા સિવાય તેમાંથી બહાર નીકળવાનું મુશ્કેલ થશે’, તેમ પત્રમાં લખ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS