એકસ્ટ્રીમલી સિવિયર સાયક્લોન સ્ટ્રોમ તાઉતે: દીવમાં 100 કિમીની ઝડપે ફુંકાયો પવન, વિજળીની સપ્લાય બંધ કરવી પડી

  • May 17, 2021 07:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય હવામાન ખાતા દ્વારા એકસ્ટ્રીમલી સિવિયર સાયક્લોન સ્ટ્રોમ ''તાઉ-તે'' સંદર્ભે દર કલાકે બુલેટિન બહાર પાડવામાં આવી રહ્યું છે, તે મુજબ આ સ્ટ્રોમ આજે બપોરે 05:30 કલાકે દક્ષિણપૂર્વ દીવથી 80 કિ.મી. દૂર સ્થિત હતું. 

 

વાવાઝોડુ તાઉતે જેમ જેમ નજીક આવી રહ્યું છે તેમ પવનની ગતિ પણ વધી રહી છે. દીવમાં 100 કિમીની ઝડપે પવન ફુંકાવાની શરૂઆત થઈ હતી. જેના કારણે વિજળીની સપ્લાય પણ બંધ કરવી પડી હતી. 
 


''તાઉ-તે'' વાવાઝોડું ઉત્તર દિશામાં છેલ્લા 6 કલાકમાં 17 કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન ખાતા દ્વારા જણાવ્યાનુસાર આ વાવાઝોડું આજે રાત્રે પોરબંદર અને મહુવાની વચ્ચે ગુજરાતમાં રાત્રિના 08.00 થી 11.00 કલાક દરમિયાન  155 થી 165  કિ.મી. પ્રતિ કલાક પવનની ગતિથી પ્રવેશવાની શકયતા છે. પવનની ઝડપ 185 કિ.મી. પ્રતિ કલાક સુધી વધી શકે છે. દક્ષિણ ગુજરાતના અને સાગરકાંઠાના અન્ય જિલ્લાઓમાં પણ પવનની ઝડપ 155 થી 165 કિ.મી./કલાક રહેવાની શકયતા છે.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS