અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ પર ફેસબુકની કાર્યવાહી, 2023 સુધી અકાઉન્ટ સસ્પેંડ

  • June 05, 2021 08:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સોશિયલ મીડિયા કંપની ફેસબુકે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ વિરુદ્ધ કાર્યવાહી કરતાં તેનું ફેસબુક અકાઉન્ટ બંધ કરી દીધું છે. કંપનીએ ટ્રંપનું અકાઉન્ટ 2023 સુધી સસ્પેંડ કર્યું છે. સાથે જ ફેસબુકએ જાહેર કર્યું છે કે જો તે ભવિષ્યમાં ફેસબુકના નિયમોનું પાલન નહીં કરે તો ફરીથી આવું જ થશે. 

 

ફેસબુકનું કહેવું છે કે ટ્રંપનું અકાઉન્ટ ગત સાત જાન્યુઆરીએ પહેલીવાર બ્લોક કરવામાં આવ્યું હતું જ્યારે કેપ્ટિલમાં દંગા થયા હતા. ફેસબુક તરફથી કહેવામાં આવ્યું હતું કે લોકોની સુરક્ષા પર જોખમ ઓછું થશે ત્યારબાદ હવે આ પ્રતિબંધ હટાવવામાં આવશે. 

 

પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રંપે પોતાના ફેસબુક અકાઉન્ટના સસ્પેંસન પર કહ્યું હતું કે આ અમેરિકાના એ લોકોનો તિરસ્કાર છે જેમણે તેને મત આપ્યો છે. ફેસબુકે સેંસર કરી ચુપ કરાવવા માટે આ બધું ન કરવું જોઈએ. કારણ કે અંતે જીત તેમની થશે દેશ વધુ અપમાન સહન નહીં કરી શકે.  

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS