નવરાત્રીમાં ઘરેજ કંઇક નવું અને ચટપટુ બનાવીને જીભને આપો એક અલગ સ્વાદ

  • October 28, 2020 02:12 AM 1972 views

ઉપવાસ દરમિયાન સામન્ય રીતે આપણે બટાકા કે પછી ફળો ખાવાનું પસંદ કરતા હોઈએ છીએ કાં તો સાબુદાણા અને બટાકાની ટીક્કી બનાવીને ખાઈ લેતા હોઈએ છીએ છતાં પણ નવરાત્રિના ઉપવાસમાં તીખું તમતમતું ખાવાની ઈચ્છા થાય છે તો તમે ફરાળી બટાકાવડા શીખી લો. 

 

ફરાળી બટાકાવડા
 
સામગ્રી
-પાંચ નંગ બાફેલા બટાકા
-બે વાટકી રાજગરાનો લોટ
-બે લીલાં મરચાં વાટેલા
-દસ નંગ કાજુ
-દસ નંગ કિશમિશ
-એક ટીસ્પૂન લાલ મરચું
-સિંધવ નમક સ્વાદ અનુસાર
-તેલ જરૂર મુજબ
-કોથમીર


રીત

સૌ પહેલાં શેકેલા રાજગરાના લોટમાં મીઠું નાંખીને ખીરું બનાવી લો. અને તેને કવર માટે મુકી રાખો. ત્યારબાદ બટાકાને સારી રીતે મસળી લો. તેમાં બધી સામગ્રી મિક્સ કરીને નાના-નાના લૂઆં બનાવી રાજગરાના ખીરામાં આ લૂઆને નાંખીને તળી લો. ધીમા તાપ પર  સોનેરી થતા તેને કાઢી લો અને દહીં સાથે સર્વ કરો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application