માર્જીન છેલ્લા ૪ વર્ષથી ન વધતાં ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલીયમ ડીલર્સ એસો દ્વારા “NO PURCHASE” & “BLACK DAY” સાથે ઉપવાસ આંદોલન

  • August 19, 2021 12:28 PM 

ગુજરાત રાજયના પેટ્રોલ પંપ ડીલરોનું પેટ્રોલ, ડીઝલ તથા સીએનજી માર્જીન છેલ્લા ૪ વર્ષથી વધ્યુ નથી. આ માટે સરકારી ઓઈલ કંપનીનું ધ્યાન દોરવા માટે ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલીયમ ડીલર્સ એસો દ્વારા અગાઉ પેટ્રોલ/ડીઝલની ખરીદી નહી કરી "NO PURCHASE" જાહેર કરી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. પરંતુ ઓઇલ કંપની તરફથી કોઈ સંતોષકારક જવાબ મળ્યો નહીં અને તેમની રજૂઆતની નોંધ પણ ન લેવાતા આજથી ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલીયમ ડીલર્સ એસો દ્વારા 19 ઓગસ્ટથી “NO PURCHASE" નું એલાન કરેલ છે તેમજ સીએનજી બપોરે ૧.૦૦ થી ૨.૦૦ કલાક બંધ રાાખવામાં આવ્યું હતું.  આ સાથે જ રાજકોટ સહિત ગુજરાત રાજયના ચુનંદા 75 ડિલરો કાળા કપડાં પહેરીને ઉપવાસ કરશે.  આ અભિયાન જયાં સુધી તેમના પ્રશ્નનો નીકાલ નહી આવે ત્યાં સુધી ચાલુ રહેશે. જો કે તેમણે સ્પષ્ટ કર્યું છે કે આ અભિયાનથી તેમના ગ્રાહકોને પેટ્રોલ, ડિઝલની ખરીદીમાં કોઈ મુરશ્કેલી નહીં થાય. 


 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS