માધાપર પાસે યુવાન પર ધારીયા-છરી વડે જીવલેણ હુમલો

  • June 04, 2021 05:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મિત્રને મનહરપુરમાં ડખ્ખો થયો હોય જેનું સમાધાન થઈ જતાં તેને તેડવા ગયો હતો: બચાવવા વચ્ચે પડતા યુવાનના અન્ય મિત્રને પણ ધોકા ફટકાયર્,િ જેને તેડવા ગયા હતા તે મારમારી થતાં જ છૂ થઈ ગયો: ત્રણ સામે ફરિયાદ

 


શહેરના પોપટપરા વિસ્તારમાં રહેતા રિક્ષાચાલક યુવાન પર માધાપર ગામ નજીક રાજુ કોળી તથા તેના ભાઈ અને દીકરાએ ધારીયા-છરી વડે જીવલેણ હુમલો કરી યુવાનની હત્યાનો પ્રયાસ કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.

 


રીક્ષા ચાલક યુવાનના મિત્રને મનહરપુરમાં કોઈ સાથે ઝઘડો થયો હોય જેનું સમાધાન થઈ ગયા બાદ તેને તેડવા માટે ગયા હતા દરમિયાન આ ઘટના બની હતી. યુવકની સાથે આવેલા તેના એક અન્ય મિત્રને પણ આરોપીઓએ ધોકા ફટકાયર્િ હતા.જેને તેડવા માટે ગયા હતા તે મિત્ર મારામારી થતા જ છૂમંતર થઈ ગયો હતો. બનાવ અંગે પોલીસે રાજુ કોળી સહિત ત્રણ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે.

 


ખૂની હુમલાના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ પોપટપરામાં શેરી નંબર 3/5 ના ખૂણે કૃષ્ણનગરમાં રહેતા રિક્ષાચાલક યુવાન નિલેશ ભુપતભાઈ ગેડાણીએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજુ કોળી તેનો ભાઈ અને તેના દીકરાનું નામ આપ્યું છે. યુવાને હોસ્પિટલ બિછાનેથી જણાવેલ હકીકત મુજબ ગઈકાલ રાત્રિના તેને તેના મિત્ર સાગરનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, મનહરપુરમાં તેને કોઈ સાથે ઝઘડો થયો હતો જેનું સમાધાન થઈ ગયું છે માટે તેડી જવા કહ્યું હતું.

 


સાગરનો ફોન આવ્યા બાદ નિલેશ તેના મિત્ર બેચર ઉકેડીયાને સાથે લઈને સાગરને તેડવા માટે ગયા હતા. દરમિયાન માધાપર ગામ જુના ગેઇટ પાસે પહોંચતા અહીં સાગર સાથે રાજુ કોળી તથા તેનો ભાઈ અને દીકરો ઝઘડો કરી રહ્યા હોય યુવાને ઝઘડો કરવાની ના કહેતા રાજુ ઘડીએ ઉશ્કેરાય નિલેશ સાથે ઝઘડો કરવાનું શરૂ કરી દીધું હતું દરમિયાન તેના ભાઈએ નિલેશને ગરદનનાભાગે ધારિયાનો ઘા ઝીંકી દીધો હતો તથા રાજુના દીકરાએ યુવાનને વાસાનાભાગે છરીના બે ઘા ઝીંકી દીધા હતા.

 


નિલેશને બચાવવા માટે તેનો મિત્ર બેચર ઉકેડીયા વચ્ચે પડતાં રાજુ કોળીએ તેને માથામાં પાઈપ ફટકારી દીધો હતો. આ મારામારી દરમ્યાન સાગર અહીંથી છૂમંતર થઈ ગયો હતો. હુમલામાં ઘવાયેલા નિલેશને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે યુવાનની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ત્રણેય આરોપીઓ સામે આઈપીસીની કલમ 307 323 114 તથા જી.પી.એકટ 135 (એક) મુજબ ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા શોધખોળ શરૂ કરી છે. બનાવની વધુ તપાસ પી.આઈ કે.એ.વાળા ચલાવી રહ્યા છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS