મોટામવાના લેન્ડગ્રેબિંગ કેસના આરોપી પિતા પુત્ર હાઇકોર્ટ દ્રારા જામીનમુકત

  • July 14, 2021 05:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના અશ્વિન ધીરૂભાઈ પરસાણાની મોટા મવા રેવન્યુ સર્વે નંબરની જમીનની લાગુ સરકારી ખરાબાની જમીન અશ્વિનભાઈના નામે કરાવી દેવા માટે જુદી જુદી ફી પેટે કટકે કટકે . ૭૩ લાખ લઇ ફોટા કાગળ ઉભા કરી જમીન પચાવી પાડવાના લેન્ડ ગ્રેબિંગની ફરિયાદના બે આરોપીની ચાર્જશીટ બાદની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્રારા મંજુર કરવામાં આવી છે.

 


રાજકોટમાં ૨હેતા અશ્વિન ધીરૂભાઈ પરસાણાને આરોપી કેતન પરસોતમભાઈ વોરા સાથે મીત્રતા હોય અને આ અશ્વિનભાઈની ખેતીની જમીન મોટામવાના રે.સ.ન.ં ૧૩૫ પૈકી ૧માં આવેલ હોય અને તેની બાજુમાં લાગુ સ૨કારી ખરાબો રે.સ.ન.ં ૧૮૦ પૈકીની જમીન આવેલ હોય જે જમીન પોતાના નામે ક૨વા માટે કેતનભાઈ વોરાનો સંપર્ક કરેલ આ કેતનભાઈએ અશ્વિનભાઈને બહાદુરસિંહ માનસિંહ ચૌહાણનો સંપર્ક કરાવેલ અને તેઓએ આ સરકારી જમીન અશ્વિનભાઈના નામે ખાતે કરી દેવા માટે ખાતરી આપેલ હતી.
ફરિયાદમાં જણાવ્યા મુજબ ખરાબો નામે કરાવી દેવા માટે આરોપીઓએ અશ્વિનભાઈ પાસેથી કટકે કુલ ા.૭૩,૦૦,૦૦૦ લઈ લીધેલ હતા અને ઉપરોકત સરકારી ખરાબાના બોગસ ડોકયુમેન્ટ બનાવી અશ્વિનભાઈને આપેલ હતા. જેઓએ આ ડોકયુમેન્ટ બાબતે તપાસ કરાવતા હકીકતે આવા કોઈ ઓર્ડર મામલતદાર કચેરીમાંથી બનેલ ન હતા. આથી અશ્વિનભાઈએ રાજકોટના કલેકટર સમક્ષ ફરિયાદ અરજી કરી હતી. જેમાં તપાસ બાદ મામલતદારે આરોપી કેતન પ૨સોતમભાઈ વોરા, બહાદુરસિંહ માનસીંગ ચૌહાણ વિધ્ધ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ઉપરોકત આરોપીઓ વિધ્ધ ગુ.ર.નં.૨૫૬૨૧, તા.૧૭૧૨૧ ના રોજ આઈ.પી.સી. કલમ ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૧૪ તેમજ લેન્ડગ્રેબિંગ એકટની કલમ ૪(૧), ૪(૨), પ(સી) મુજબની ફરીયાદ નોંધાવેલ હતી. જેમાં આરોપીઓની ધ૨પકડ થયેલ હતી. તેમજ તેમાં અન્ય આરોપીઓ અમીત બહાદુરસિંહ ચૌહાણ, જયેશ નાગજીભાઈ ચૌહાણની સંડોવણી ખુલતા તેઓની પણ ધરપકડ કરવામાં આવેલ હતી, અને ત્યારબાદ તેમાં તપાસ કરનાર અધિકારીએ તપાસના અંતે ઉપરોકત આરોપીઓ વિધ્ધ ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરેલ હતું.

 


ઉપરોકત ગુન્હામાં ચાર્જશીટ થતા આરોપી બહાદુરસિંહ માનસીંગ ચૌહાણ તથા અમીત બહાદુરસિંહ ચૌહાણે સેશન્સ અદાલતમાં કરેલી જામીન અરજી નામંજુર થતા આરોપી તરફથી હાઈકોર્ટમાં જામીનઅરજી કરવામાં આવેલ હતી. જે અરજીમાં આરોપી ત૨ફે એ મતલબની રજુઆત કરેલ હતી કે આરોપીઓએ કોઈપણ જાતની ૨કમ લીધેલ નથી કે કોઈપણ જાતના બોગસ ડોકયુમેન્ટ બનાવેલ નથી તેમજ આરોપીનો કોઈ ગુન્હાહીત ભુતકાળ નથી તથા આરોપી વિધ્ધ પ્રથમ દર્શનીય રીતે પોલીસ તપાસના કાગળોમાં કોઈ પુરાવો મળી આવતો નથી. તેવી ધારદાર રજુઆતો આરોપી પક્ષના વકીલ ધ્વારા કરવામાં આવેલ હતી.

 


ઉપરોકત સંજોગોમાં હાઈકોર્ટ ધ્વારા બચાવપક્ષની ૨જુઆતો, પોલીસ તપાસના કાગળો અને કાયદાકીય પરિસ્થિતી ધ્યાને લઈ અરજદા૨ આરોપી પિતા–પુત્રને શરતી જામીન ઉપર મુકત કરવા હત્પકમ ફરમાવેલ છે. આ કામમાં બચાવ પક્ષે ધારાશાક્રી વિરાટ પોપટ, ભગીરથસિંહ ડોડીયા, કિરીટ બી. નકુમ, હેમાંશુ પારેખ, જયવિર બારૈયા, ખોડુભા સાકરીયા, મીલન જોષી, દિપ પી. વ્યાસ, રવિરાજસિંહ જાડેજા, જયપાલસિંહ સોલંકી, પ્રધ્યુમનસિંહ જાડેજા એડવોકેટ તરીકે રોકાયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application