બોલિવૂડમાં કામ મળવું સહેલું ન હતું, ઘણીવાર કહેવામાં આવ્યું સેક્સ કરશો તો કામ મળશે : ફાતિમા શેખનો ઘટસ્ફોટ

  • October 30, 2020 08:35 PM 620 views

બોલિવૂડ અભિનેત્રી ફાતિમા સના શેખે દંગલ ફિલ્મથી દેશ-વિદેશમાં પ્રખ્યાતિ મેળવી છે. ફાતિમાં હવે મુખ્ય અભિનેત્રી તરીકે લુડો અને સૂરજ પે મંગલ ભારી જેવી ફિલ્મોમાં જોવા મળશે. તાજેતરમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન અભિનેત્રીએ તેના સંઘર્ષ વિશે વાત કરી હતી. તેણે કહ્યું કે તેણે તેના જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો તેને કરવો પડ્યો છે. ફિલ્મોમાં કામ મેળવવું પણ મુશ્કેલ હતું.  હતું.

અભિનેત્રીએ આ ઈન્ટરવ્યુમાં ચોંકાવનારો ખુલાસો કરતાં કહ્યું હતું કે તે જ્યારે 3 વર્ષની હતી ત્યારે તેની છેડતી કરવામાં આવી હતી.  આવી વાત સ્ત્રીઓ માટે કલંક જેવી હોય છે એટલે તે ક્યારેય તેના વિશે વાત કરતી નથી. પરંતુ હવે સમય બદલાઈ ગયો છે. જાતીય સતામણી અંગે હવે દેશભર અને દુનિયાભરના લોકોમાં જાગૃતિ વધી છે.  
 
કાસ્ટિંગ કાઉચ વિશે વાત કરતાં અભિનેત્રીએ કહ્યું કે, તેને પણ કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડ્યો છે. જીવનમાં એવો સમય પણ આવ્યો છે જ્યારે તેને એવું કહેવામાં આવ્યું હતું કે તમે સેક્સ કરશો ત્યારે તમને કામ મળશે. તેના કારણે ઘણી વખત એવું બન્યું છે કે ફિલ્મોમાં કામ કરવાની ઘણી તક તેના હાથથી છૂટી ગઈ હોય. ઘણી વખત એવું પણ બન્યું છે કે તે કોઈ ફિલ્મનો ભાગ હોય અને પછી તેને તેમાંથી કાઢી મૂકવામાં આવી હોય. ફાતિમા સના શેખ ઘણી ફિલ્મોમાં ચાઇલ્ડ આર્ટિસ્ટની ભૂમિકામાં જોવા મળી હતી. તેની આ ફિલ્મો ઇશ્ક, ચાચી 420, વન ટુ કા ફોર અને બડે દિલવાલા જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. 

 
 


 
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application