વિશ્વમાં 9/11 જેવા હુમલાનો ભય: યૂકેની ગુપ્તચર એજન્સીએ આપી ચેતવણી

  • September 11, 2021 09:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકાર બન્યા બાદ આખી દુનિયા પર ફરી મોટા આતંકી હુમલાનો ખતરો મંડરાઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, 20 વર્ષ બાદ ફરી અફઘાનિસ્તાન આતંકીઓનો મજબૂત ગઢ બની શકે છે. આ કડીમાં હવે યૂકેના જાસૂસી પ્રમુખે મોટું નિવેદન આપ્યું છે. તેમના જણાવ્યા અનુસાર પશ્ચિમ દેશોમાં તાલિબાનના આવ્યા બાદ અલકાયદા સ્ટાઈલ આતંકી હુમલા એટલે કે, 9/11 જેવા હુમલા વધી શકે છે.

 

MI5 ના ડાયરેક્ટર જનરલ કૈન મેકલમે કહ્યું કે, તાલિબાનના આવ્યા બાદ યૂકેને વધારે ખતરો થઈ શકે છે. કેમ કે, હવે NATO ની સેના પણ અફઘાનિસ્તાનથી નીકળી ગઈ છે અને ત્યા હવે કોઈ લોકશાહી સરકાર પણ નથી. તેમણે ભાર આપતા કહ્યું છે કે, આતંકવાદી ધમકીઓ રાતોરાત ક્યારેય બદલાતી નથી. ટ્રેનિંગ કેમ્પ અને તેના માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવામાં ઘણો સમય લાગે છે.

 

કેન મેકલમના જણાવ્યા અનુસાર છેલ્લા 10 વર્ષોમાં ઘણી તક પર યૂકેમાં આવા આતંકી હુમલા થતા જોવા મળ્યા છે. જ્યાં આતંકી કોઈને કોઈ વિચારધારાથી પ્રેરિત હોય છે. આવી સ્થિતિમાં તેમનું માનવું છે કે, સાવચેત રહેવાની જરૂર છે કારણ કે, ફરી એકવાર અલકાયદા સ્ટાઈલમાં આતંકી હુમલા થતા જોવા મળી શકે છે. માહિતી માટે તમને જણાવી દઈએ કે વર્ષ 2005 માં બ્રિટનમાં સૌથી મોટો આતંકવાદી હુમલો થયો હતો. ત્યારબાદ આત્મઘાતી બોમ્બર દ્વારા ટ્રેન અને બસમાં કુલ 52 લોકો માર્યા ગયા હતા.

 

ત્યારે જનરલ કેન મેકલમએ મોટી જાણકારી આપતા જણાવ્યું કે, હકીકતમાં 9/11 ના 20 વર્ષ બાદ યુકેમાં આતંકવાદી હુમલા વધ્યા છે, માત્ર ફર્ક એટલો છે કે, હવે નાના સ્તર પર આ પ્રકારના હુમલા થતા જોવા મળી રહ્યા છે. પરંતુ છરી અને બંદૂકના દમ પર સતત ઘણા નિર્દોષોનો જીવ લઈ રહ્યા છે. હવે આ વચ્ચે યૂકેને તાલિબાન રાજથી પણ ડર લાગવા લાગ્યો છે. ચેતવણી ભલે માત્ર પશ્ચિમી દેશો માટે જાહેર કરવામાં આવી છે, પરંતુ જેવી રણનીતિ તાલિબાન અપનાવી રહ્યું છે, તેને જોતા સમગ્ર દુનિયા સામે કેટલાક ગંભીર સવાલો ઉભા થઈ ગયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS