રસીનો પુરતો જથ્થો નહીં મળે તો રવિવાર સુધી ગુજરાતમાં રસીકરણ બંધની ભીતિ

  • July 08, 2021 10:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આગામી ૪૮ કલાક દરમિયાન ત્રણ લાખથી વધુ વેકસીન ના ડોઝ નહીં મળે તો આગામી બે દિવસ સુધી એટલે કે શનિ રવિ પણ રસીકરણની કામગીરી બધં રાખવી પડે તેમ છે. ગઈકાલે મમતા દિવસ ના નેજા હેઠળ કોવીડ ૧૯ સામેની રસીકરણ ની કામગીરી રાજ્ય સરકાર દ્રારા બંધ કરવામાં આવી હતી.

 


ગુજરાત સરકાર નો રસીનો  સ્ટોક ખાલી થઈ જતા ગઇકાલે મોડી સાંજે, આજે અને આવતીકાલે એમ બે દિવસ માટે રાજ્યમાં રસીકરણ ની કામગીરી બધં રાખવામાં આવી છે આગામી બે દિવસમાં પૂરતો સ્ટોક નહીં આવે તો શનિ રવિ પણ વેકિસનેશન ની કામગીરી બધં રહેશે.તે વાત નક્કી છે.

 


૨૧ જૂન સુધી રાજ્યમાં રસીકરણ મહા અભિયાન કરવામાં આવ્યું હતું અને ચાર જ દિવસમાં રસીનો જથ્થો ઘટાડી દેવામાં આવ્યા હતો. આ રસીકરણ અભિયાન દરમિયાન દૈનિક ૨.૩૦ લાખ જેટલા ડોઝ આપવામાં આવ્યા હતા જે રસીકરણ અભિયાન માટે અપૂરતા ગણી શકાય.

 


રાજ્યમાં રસીકરણ ની કામગીરીમાં જથ્થાની તંગી સર્જાઈ હતી પરિણામે તમામ મહાનગરોમાં રસીના જથ્થા પર કાપ મુકવામા આવ્યો હતો. ભારત સરકાર તરફથી વેકિંસગ જથ્થો આપવામાં નહીં આવતા વેકિસનેશન મહાઅભિયાન ને બ્રેક મારવી પડી છે.

 


રસીકરણની કામગીરી દરમ્યાન લોકોના ટોળેટોળા રસીકરણના કેન્દ્ર પર જામતા હતા પરિણામે સ્થળ પર મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈને હોબાળો મચાવતા હતા. કેન્દ્ર સરકાર દ્રારા રાજ્ય સરકારને આપવામાં આવતા જથ્થામાં કાપ મુકાતા રાજ્ય સરકારે વિવિધ શહેરોની આપવામાં આવતા જથ્થા પર કાપ મૂકયો હતો. કેન્દ્ર તરફથી રસી નહીં મળવાના કારણે રસીકરણ ની કામગીરી પર સરકારને બ્રેક મારવી પડી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS