શું તમે જાણો છો વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ- નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમની વિશેષતાઓ

  • February 24, 2021 05:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત ક્રિકેટ એસોશિએશન(GCA)  દ્વારા નિર્મિત વિશ્વનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ- નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ 63 એકરમાં પથરાયેલું છે. આ સ્ટેડિયમ 1 લાખ 32 હજાર પ્રેક્ષકોની ક્ષમતા ધરાવે છે. નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમે ઓસ્ટ્રેલિયા સ્થિત મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડની બેઠક ક્ષમતા કે જે 90 હજાર જેટલી છે તેનો વિક્રમ વટાવ્યો છે. 
આ સ્ટેડિયમ કુલ 2,38,714 સ્કેવર મીટર ક્ષેત્રફળ વિસ્તારમાં નિર્માણ પામેલુ છે જે ઓલમ્પિક કક્ષાના 32 ફુટબોલ ગ્રાઉન્ડ જેટલુ થાય છે. કુલ 1,14,126 ઘન મીટર કોંક્રિટ અને 13,306 મેટ્રિક ટન  રેઇનફોર્સમેન્ટના ઉપયોગ વડે નિર્માણ પામ્યુ છે. 

65 હાથીઓના વજન (260 ટન) જેટલું વજન ધરાવતી પ્રીકાસ્ટ-વાય પ્રકારની વિશિષ્ટ કોલમ પર આ સ્ટેડિયમ ટકેલુ છે. આ વિશ્વનું એકમાત્ર સ્ટેડિયમ છે જ્યાં મુખ્ય પીચ અને પ્રેક્ટિસ પીચ માટે એક  જ પ્રકારની જમીની સપાટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ વિરાટ સ્ટેડિયમમાં કુલ 11 પીચ આવેલી છે. અહીં સ્ટેટ-ઓફ ધી- આર્ટસબ સોઇલ ડ્રેનેજ થકી માત્ર 30 મીનીટમાં વરસાદી પાણીનો નિકાલ કરી શકાય છે જેથી વરસાદના કારણે મેચ રદ્દ થતી અટકાવી શકાય છે.  સ્ટેડિયમમાં પરંપરાગત હાઇમાસ્ટ ફ્લડલાઇટ્સની જગ્યાએ એનર્જી એફિસીયેન્ટ એલ.ઇ.ડી. લાઇટના ઉપયોગથી 45 થી 50 ટકા જેટલો વીજ વપરાશમાં ઘટાડો થશે. વિશ્વમાં એકમાત્ર નરેન્દ્ર મોદી સ્ટેડિયમ 4 ડ્રેસિંગ રૂમ અને અત્યાધુનિક મશીનરીથી સજ્જ 2 જીમ્નેશીયમ ધરાવે છે જેથી એક જ દિવસે એકથી વધુ ક્રિકેટ મેચનું આયોજન શક્ય બનશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS