રાજકોટની હોટલ સિલ્વર સેન્ડમાં ભીષણ આગ: છને રેસ્કયુ કરાયા

  • July 24, 2021 02:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લીમડા ચોકમાં આવેલી હોટલના પ્રથમ માળે મોડી રાત્રીના આગ લાગ્યા બાદ નાસભાગ: આઠ ફાયર ફાઇટર એક હાઈડ્રોલીક પ્લેટફોર્મની મદદથી બે કલાકે આગ પર કાબૂ મેળવ્યો, એકને ઇજા: પહેલો માળ સંપૂર્ણ ખાક,અન્ય ત્રણ માળમાં વાયરિંગ સળગી ગયું, મોટું નુકસાન,આગના કારણ અંગે તપાસ


શહેરના લીમડા ચોકમાં આવેલી હોટલ સિલ્વર સેન્ડમાં મોડીરાત્રીના ભીષણ આગ લાગી હતી. આગની જાણ થતા ફાયરબ્રિગેડનો સ્ટાફ તાકીદે હોસ્પિટલે દોડી ગયો હતો.આઠ ફાયર ફાઈટર અને એક હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી આગ ઓલવવાની કામગીરી કરાઈ હતી. આગની આ ઘટનામાં હોટલમાં રોકાયેલા ત્રણ ગ્રાહકો અને અહીંના મેનેજર સહિત ૩ કર્મચારીને રેસ્કયુ કરી બહાર કાઢવામાં આવ્યા હતા. તેમજ એકને ઇજા પહોંચતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

 


હોટલના પ્રથમ માળે લાગેલી આ આગમાં પ્રથમમાળ સંપૂર્ણ ખાખ થઈ ગયો હતો યારે અન્ય ત્રણ માળમાં વાયરિંગ બળી ગયું હતું. મોડી રાત્રિના લાગેલી આગના પગલે અહીં નાસભાગ મચી જવા પામી હતી. આ આગમાં હોટલમાં મોટાપાયે નુકસાન થયાનું જાણવા મળ્યું છે. જોકે કયાં કારણસર આગ લાગી તેનું કારણ હજુ બહાર આવ્યું નથી.
આગની આ ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ, લીમડા ચોકમાં રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં આવેલી હોટલ સિલ્વર સેન્ડના પ્રથમ માળે આગ લાગી હોવાનો રાત્રિના ૨:૪૫ કલાકે ફાયર બ્રિગેડની કોલ મળ્યો હતો જેથી ફાયરબ્રિગેડનો સ્ટાફ તાકીદે અહીં પહોંચી ગયો હતો. આગનું વિકરાળ સ્વપ જોઈ ફાયર ફાઈટર અને એક હાઇડ્રોલિક પ્લેટફોર્મની આગ ઓળવવા માટે મદદ લેવામાં આવી હતી. આગના પગલે અહીં નાસભાગ મચી જવા પામી હતી. ફાયર સ્ટાફ હોટલની બારીમાં સીડી ગોઠવી અહીંથી ત્રણ ગ્રાહક અને હોટલના મેનેજર સહિત ત્રણ કર્મચારીઓને રેસ્કયુ કરી બહાર કાઢા હતા. અહીં કામ કરનાર એક કર્મચારીને ઇજા પહોંચતાં તેને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

 


આ વિકરાળ આગની ઘટના પગલે હોટલના માલિક કિરણ ચંપકલાલ પારેલ અહીં દોડી આવ્યા હતા તો બીજી તરફ ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર ઇલેશભાઇ ખેર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઠેબા સહિતના અધિકારી પણ અહીં હાજર હતા. અંદાજે બે કલાક ફાયર બ્રીગેડના સ્ટાફે કામગીરી કરી આગ પર કાબુ મેળવ્યો હતો.

 


હોટલના નીચેના માળે લાગેલી આગમાં રેસ્ટોરન્ટ, રસોડું,રીસેપ્શન અને સંપૂર્ણ પ્રથમ માળ આગમાં ખાખ થઈ ગયો હતો.આગ અન્ય માળમાં પ્રસરતા ૪ માળની આ હોટલના અન્ય ત્રણ માળમાં વાયરિંગ બળી ગયું હતું. આગના પગલે હોટલમાં મોટું નુકસાન થયાનું જાણવા મળે છે પરંતુ હજુ સુધી નુકશાનીનો આંકડો સામે આવ્યો નથી.

 


વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, મોડીરાત્રીના હોટલમાં લાગેલી આગમાં ફાયરબ્રિગેડના સ્ટાફે અહીં હોટલમાં મ નંબર ૧૧૨ માં રોકાયેલા ધર્મેન્દ્રભાઈ દવે (ઉ.વ ૩૯) મ નંબર ૧૧૨ માં જ રોકાયેલા બ્રિજરાજ ગુા(ઉ.વ ૩૪) તથા મ નંબર ૨૦૭ માં રોકાયેલા ગુંજનભાઈ ઠાકર (ઉ.વ ૩૦) ને સલામત રીતે બહાર કાઢા હતા. તેમજ હોટલ સ્ટાફમાં હોટલના મેનેજર ઉમંગભાઈ તથા કુંદન અને દીપકભાઈ સહિતના સ્ટાફને પણ રેસ્કયુ કરીને બહાર કાઢવામાં આવ્યો હતો.

 


હોટલમાં કયા કારણોસર આગ લાગી તે જાણી શકાયું નથી પરંતુ નીચેના માળે રેસ્ટોરેન્ટમાં શોર્ટ સર્કિટના પગલે આગ લાગી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે બનાવના પગલે પોલીસ સ્ટાફ પણ અહીં દોડી આવ્યો હતો. મોડી રાત્રિના લાગેલી આગના પગલે ભારે નાસભાગ મચી જવા પામી હતી.

 

આગ બાદ નાસભાગ થતા હોટલના કર્મચારી કશ્યપે કુદકો માર્યેા
મોડીરાત્રીના હોટલના પહેલા માળે વિકરાળ આગ ભભૂકી ઊઠયા બાદ હોટલમાં ભારે નાસભાગ મચી જવા પામી હતી.આ દરમિયાન અહીં હોટલમાં કામ કરનાર કર્મચારી કશ્યપ આગનું વિકરાળ સ્વપ જોઈ ગભરાઈ ગયો હતો અને જીવ બચાવવા માટે તેણે પહેલા માળેથી કુદકો લગાવી દેતા તેને ઈજા પહોંચી હતી અને દાઝી પણ ગયો હતો. જેથી તેને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

 


રેસ્ટોરન્ટમાં શોર્ટ સર્કિટના લીધે આગ લાગ્યાની શંકા
લીમડા ચોકમાં આવેલી હોટલ સિલ્વર સેન્ડમાં મોડીરાત્રીના ભીષણ આગ લાગી હતી. જેમાં છ લોકોની રેસ્કયુ કરી બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે આગ કયાં કારણસર લાગી તે જાણી શકાયું નથી. પરંતુ નીચેના માળે આવેલા રેસ્ટોરન્ટમાં શોર્ટસર્કિટને લીધે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હજુ સુધી આગ અંગેનું કોઇ સત્તાવાર કારણ બહાર આવ્યું નથી.

 


પેટ્રોલ પપં બાજુમાં જ હતો, મોટી જાનહાની સહેજમાં ટળી
મોડીરાત્રીના હોટલ સિલ્વર સેન્ડમાં વિકરાળ આગ ભભુકી ઉઠી હતી.આ હોટલની બિલકુલ નજીક પેટ્રોલ પપં આવેલો છે પરંતુ સદભાગ્યે ફાયર બ્રિગેડની ટીમ તાકીદે અહીં પહોંચી આગ ઓલવી નાખી હતી જો આજની વાળા પેટ્રોલ પપં સુધી પહોંચી ગઇ હોત તો મોટી જાનહાની થઈ હોત. પરંતુ ફાયર બ્રિગેડની સમયસૂચકતાથી મોટી જાનહાનિ સહેજ અટકી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS