પંજાબના મોગામાં ફાયટર જેટ મિગ 21 ક્રેશ, પાયલટનું મોત

  • May 21, 2021 08:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પંજાબના મોગામાં મોડી રાત્રે ફાયટર જેટ મિગ 21 ક્રેશ થયું હતું. આ અંગે મળતી જાણકારી અનુસાર તાલીમ દરમિયાન પાયલટ અભિનવે રાજસ્થાનના સૂરતગઢથી મિગ 21 સાથે ઉડાન ભરી હતી. જ્યાર બાદ વિમાન ક્રેશ થઈ ગયું. દુર્ઘટના બાદ મિગ 21 સળગી જતા પાયલટ અભિનવનું પણ મોત નીપજ્યું છે. આ મામલે તપાસના આદેશ અપાયા છે. 

 

 

ભારતીય એરફોર્સના અધિકારીઓનું કહેવું છે કે મોગાના કસ્બા બાઘાપુરાના ગામ લંગિયાના ખુર્દ પાસે મોડી રાત્રે ફાયટર જેટ મિગ 21 ક્રેશ થયું હતું. ઘટનાસ્થળ પર તંત્રના અને સેનાના અધિકારીઓ પહોંચ્યા હતા. ભારે જહેમત બાદ પાયલટ અભિનવનો મૃતદેહ બહાર કાઢી શકાયો હતો. વાયુસેનાએ તેમના નિધન પણ શોકની લાગણી વ્યક્ત કરી હતી. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021