ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ હેમ્પશાયરમાં રમાશે

  • March 11, 2021 10:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારત અને ન્યૂ ઝિલેન્ડ વચ્ચે 18થી 22 જૂન દરમિયાન સાઉધમ્પટનના હેમ્પશાયર ખાતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ્ની ફાઈનલ રમાશે, એમ આઈસીસીએ કહ્યું હતું.
અગાઉ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ્ની ફાઈનલ લોર્ડસ ખાતે રમાવાની હતી, પરંતુ ખેલાડીઓ પર કોરોનાની ઓછામાં ઓછી અસર થાય તેની ખાતરી કરવા આઈસીસી બોર્ડ અને ઈગ્લેન્ડ વેલ્સ ઍન્ડ ક્રિકેટ બોર્ડ (ઈસીબી)એ સ્થળ બદલવાનો નિર્ણય લીધો હતો.

 


હેમ્પશાયરમાં રમવાની તેમ જ તાલિમની વિશ્ર્વ કક્ષાની સુવિધા છે જેને કારણે બંને ટીમના ખેલાડીઓને તૈયારી કરવાનું શ્રેષ્ઠ વાતાવરણ મળશે, એમ આઈસીસી દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

 


ફાઈનલ જોવા માટે મર્યિદિત પ્રેક્ષકોને જ સ્ટેડિયમમાં પ્રવેશવાની પરવાનગી આપવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું. ન્યૂ ઝિલેન્ડની ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ક્વાલિફાય થનારી પહેલી ટીમ હતી અને શનિવારે જ પૂરી થયેલી ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાં 3-1થી વિજય મેળવીને ભારત, ન્યૂ ઝિલેન્ડ સાથે જોડાયું હતું.
આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ્ની ફાઈનલ રસપ્રદ અને રસાકસીભરી હશે એવી અમને ખાતરી છે, એમ તેમણે કહ્યું હતું


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021