ભરુચની વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં વિકરાળ આગ, મૃત્યુઆંક 18એ પહોંચ્યો

  • May 01, 2021 06:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભરૂચમાં આવેલી પટેલ વેલ્ફેર હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ભયંકર આગ લાગી હતી. આ ઘટના શુક્રવારે મોડી રાત્રે બની હતી. આગ હોસ્પિટલના આઈસીયુ વોર્ડ સહિતના વોર્ડમાં પ્રસરતા ભારે નાસભાગ મચી હતી. આ ઘટનામાં હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 14 દર્દીના મોત નીપજ્યા હતા, સાથે જ 2 નર્સ સહિત 18 લોકોના કરુણ મોત નીપજ્યા હતા. 

 

હોસ્પિટલમાં લાગેલી આગ એટલી ભયંકર હતી કે મૃત્યુઆંક હજુ પણ વધવાની સંભાવના છે. હોસ્પિટલના અન્ય દર્દીઓને ભરુચની સિવિલ હોસ્પિટલ, સેવાશ્રમ હોસ્પિટલ, જંબુસરની અલ મહેમુદ સહિતની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. 

 

ભરુચની આ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની નિ:શૂલ્ક સારવાર કરવામાં આવી રહી હતી. પ્રાથમિક માહિતી અનુસાર કોવિડ વોર્ડમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી. હોસ્પિટલના અન્ય દર્દીઓને બચાવવા તેમજ બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવા માટે 40 જેટલી એમ્બ્યુલન્સ દોડતી થઈ હતી. 

 

હોસ્પિટલમાં આગ લાગી ત્યારે આઈસીયુ વોર્ડમાં 27 દર્દી સારવાર લઈ રહ્યા હતા. જ્યારે આ ઘટનામાં 14 દર્દીના મોત થયા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. આ દર્દીઓમાંથી કેટલાક તો તેના બેડ પરથી ઊભા પણ થઈ શક્યા ન હતા અને જીવતા ભડથું થઈ ગયા. 

 

મહત્વનું છે કે રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી અલગ અલગ શહેરોમાં કોવિડ હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટનાઓ સતત સર્જાઈ રહી છે. આ પહેલા અમદાવાદ, વડોદરા, રાજકોટ, જામનગરમાં પણ કોરોનાની સારવાર લઈ રહેલા દર્દી આગની દુર્ઘટનાનો ભોગ બની ચુક્યા છે. 

 

 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS