જાફરાબાદના મિતિયાળા ૬૬ કેવી સબ સ્ટેશનમાં આગથી વીજ પુરવઠો ખોરવાયો

  • March 16, 2021 12:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમરેલી જિલ્લામાં આવેલ દરિયા કાંઠે જાફરાબાદ તાલુકાના મિતિયાળા ગામ નજીક આવેલ ૬૬ કેવી સબ સ્ટેશનમાં શોટસર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાયુ છે. જ્યારે અહીં  કાળઝાળ ગરમી અને પાવર ડ્રોપના કારણે પણ આગ લાગી હોઇ શકે છે. આગે ફાયર ફાઈટર પહોંચે તે પહેલા વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતુ. તેમજ ઘટના બાદ પીજીવીસીએલના અધિકારી, કર્મચારીઓ પણ દોડી આવ્યા છે. અને આગ બુજવવા માટે પ્રયાસો શરૂ કરી દીધા છે. જાફરાબાદ નગરપાલિકાના ફાયર ફાઈટરને કારણે આગ કંટ્રોલમાં આવી ગઈ છે. જ્યારે અહીં આગ લાગવાના કારણે સમગ્ર જાફરાબાદ શહેરમાં વીજળી ગુલ થતા શહેરીજનો પણ અકળાઇ ઉઠ્યા છે. બીજી તરફ ૧૫થી વધુ ગામડામાં પણ વીજળી ગુલ થઈ છે. જેના કારણે ખેડૂતો અને ગ્રામીણ વિસ્તારના લોકોમાં ચિંતા જોવા મળી રહી છે.
આજ મોડી રાત સુધી વીજળી મળવી મુશ્કેલ છે.


જાફરાબાદ તાલુકાના મિતીયાળા ૬૬ કેવીમાં વિકરાળ આગ લાગવાના કારણે મોટાભાગના વિસ્તારમાં વીજળી ગુલ થઈ છે. જેના કારણે પીજીવીસીએલ અને તંત્ર દ્વારા રીપેરીંગની કામગીરી શરૂ કરાઇ છે. પણ આજે મોડી રાત સુધી મા વીજળી આપવી ખૂબ મુશ્કેલી દેખાય રહી છે આ બાબતે પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી દ્વારા સંબંધિત તંત્ર ને સૂચના આપી વહેલી તકે વીજપુરવઠો ચાલુ કરવા ઉર્જામંત્રી પીજીવીસીએલ બોર્ડ સહિતના ને રજુઆત કરી હતી


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS